કોરોનાના કારણે સંસાર બગડ્યો:પતિ પાસે કામધંધો ન હોવાથી પાટણની પરિણીતાને પિયરમાંથી પૈસા લઇ આવવા દબાણ કર્યું, મારમારીને કાઢી મૂકી

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 લાખ માંગી ઢોરમાર મારતા પતિ સહિત સાસારિયા સામે ફરિયાદ

સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામે પિયર ધરાવતી એક પરિણીતાએ તેનાં રાપર તાલુકાનાં ભીમાસર ગામનાં સાસરી પક્ષના લોકો સામે પોતાને શારિરીક માનસિક ત્રાસ આપતાં હોવાની ફરીયાદ નોંધાવી હતી.

પતિ પાસે કામ ધંધો નહોતો
સાંતલપુરનાં મઢુત્રામાં પિયર ધરાવતી અને રાપરનાં ભીમાસરમાં સાસરુ ધરાવતી પરિણીતાના લગ્ન તા. 26/2/22નાં રોજ રાપરનાં યુવક સાથે થયા હતા. તેનો પતિ અગાઉ સુરતમાં નોકરી કરતો હતા. પરંતુ કોરોનાકાળમાં લોકડાઉન થતાં નોકરી છુટી જતાં તે તેનાં ગામે પરત આવ્યો હતો. પછી કોઈ કામધંધો કરતા નહોતો.

પોલીસે તપાસ હાથ ધરી
કામધંધો ન હોવાથી પરિણીતા પાસે દહેજ પેટે રૂ. 2 લાખની માંગણી કરી હતી અને તેને અવાર નવાર શારીરીક માનસિક ત્રાસ આપતા હતા. આ અંગે કંટાળીને પરિણીતાએ સાસરિયા સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...