તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મહત્યા પ્રયાસ:પતિના પરસ્ત્રી સાથે આડાસબંધો હોઈ પાટણની પરીણિતાએ ફિનાઈલ પીધું

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • બી ડિવિઝન પોલીસે પતિ અને એક મહિલાના નામજોગ ફરિયાદ નોંધી

પાટણ શહેરમાં રહેતી એક પરણિતાના પતિના અન્ય મહિલા સાથેના અાડા સંબંધના પગલે પત્નીઅે ફિનાઇલ ગટગટાવ્યુ હતુ. જેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડાતાં પાટણ બી ડીવીઝન પોલીસે પતિ અને અન્ય મહિલા સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. પાટણ શહેરના શ્રમજીવી છાપરા રહેતા મીનાબેન નીતુભાઇ ઝાલા તેમના પતિ સાસુ સસરા સાથે રહે છે.તેમના પતિ નીતુભાઇ કનુભાઇ ઝાલાનુ હાંસાપુરની એક મહિલા સાથે અાડા સંબંધ હોઈ શનિવારે સાંજે પતિ નીતુભાઈ ઘરે અાવીને તેની પત્નીને માર મારવા લાગ્યા હતા.

અવાર નવાર માર મારવા તેમજ ઝઘડા કંકાસથી કંટાળી મીનાબેને બાથરૂમમાં પડેલ ફિનાઇલની બોટલમાંથી બે ત્રણ ઘુંટડા પી લેતાં તબિયત લથડી હતી અને જમીન ઉપર ફસડાઈ પડ્યાં હતાં. જ્યાં તેમના સાસુ સસરાએ સારવાર અર્થે શહેરના ખાનગી દવાખાનામાં ખસેડ્યાં હતાં. જ્યારે તેણીનો પતિ ફરાર થઈ ગયો હતો. અા અંગે મહિલાઅે પાટણ બી ડીવીઝન પોલીસને નિવેદન આપતાં પોલીસે મહિલાના પતિ નીતુભાઇ કનુભાઇ ઝાલા અને એક મહિલાના નામજોગ ફરિયાદ નોંધતાં આ કેસની તુાસ પીઅેસઅાઇ જી.અાર .ઠાકોર ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો