તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વર્ષો જૂની સમસ્યાનું નિવારણ:વરસાદી પાણીને અવરોધતું પાટણની વ્રજભૂમિ સોસાયટીનું નાળુ આખરે પાલિકાએ તોડી પાડ્યું

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વ્રજભૂમિ સોસાયટીનું નાળુ આખરે પાલિકા દ્વારા જેસીબી મશીનની મદદથી તોડી પડાયું
  • નાળુ તૂટતા દર વર્ષે વિસ્તારની સોસાયટીઓમાં ભરાતા વરસાદી પાણીનું નિરાકરણ આવશે

દર ચોમાસાની સિઝનમાં પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ રોડ પર આવેલી વ્રજભૂમિ સોસાયટી વિસ્તારનું કેનાલ ઉપર ખુબજ નીચું બનાવવામાં આવેલ નાળુ વરસાદી પાણીને અવરોધતુ હોય જેને લઇને આ વિસ્તારમાં આવેલી કેટલીક સોસાયટીઓમાં વરસાદનાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા સર્જાતી હોય જેને ધ્યાનમાં રાખીને ગત વર્ષે વ્રજભૂમિ સોસાયટીના રહીશો દ્વારા પાલિકાની સુચના મળતા સોસાયટીમાં જવા આવવા માટે કેનાલ ઉપર નવીન નાળુ સ્વખર્ચે બનાવવામાં આવ્યું હતું .ત્યારે કેનાલ પરનું જૂનું અને ખુબજ નીચું નાળુ આગામી ચોમાસામાં વરસાદી પાણીને અવરોધે તે પૂર્વે શનિવારના રોજ પાલિકા દ્વારા જેસીબી મશીનની મદદથી નાળું દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

વ્રજભૂમિ સોસાયટીના નાળાને તોડવાની કામગીરી દરમિયાન આ વિસ્તારના કોર્પોરેટરો સહિત પાટણ નગરપાલિકાના દંડક દેવચંદભાઈ પટેલ, શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

વ્રજભૂમિ સોસાયટીનું વરસાદી પાણી અવરોધતુ નાળું દુર કરાતાં આગામી ચોમાસામાં વરસાદી પાણી અવરોધવાની સમસ્યાનું નિવારણ આવશે અને આ વિસ્તારની સોસાયટીઓમા ભરાતાં વરસાદી પાણીની સમસ્યા હલ બનશે.

અન્ય સમાચારો પણ છે...