પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના એસ.કે. કોલેજ ઓફ બીજનેસ મેનેજમેન્ટ ખાતે 6 બટાલિયન એન.ડી.આર.એફ ગાંધીનગર દ્વારા વિવિધ ફેકલ્ટીના 100થી વધારે બાળકોને આપતી વ્યવસ્થાપનમાં બચાવ કામગીરી કરી વધુમાં વધુ માનવજીવન કેવી રીતે બચાવી શકાય તેમજ મેડિકલ ઇમરજન્સી, આગ, પૂર, ભૂકંપ વગેરે પરિસ્થિતિમાં હાથવગા વસ્તુઓથી પણ આપણે અને અન્ય જીવન પણ બચાવી શકાય તેનું પ્રેક્ટિકલ નિદર્શન કરવામાં આવ્યું હતું.
શિક્ષણની સાથે સાથે સામાજિક જવાબદારી નિભાવવા આપતી વ્યવસ્થાપનમાં પણ યુવાવર્ગ દેશની સેવામાં જોડાઈ માનવ સેવા એજ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરી શકે તે માટે 6 બટાલિયન ગાંધીનગરની ટીમે વિધ્યાર્થીઓને મેડિકલ ઈમરજન્સીમાં કેવી રીતે કામ કરવું તેના ઉપાયો બતાવ્યા હતા કોઈપણ વ્યક્તિને અકસ્માત, હાર્ટ એટેક, ભૂકંપ કે અન્ય હોનારતમાં પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાં કેવી રીતે પહોંચાડી શકાય તેની સમજ નિષ્ણાતો દ્વારા યુવા વિધ્યાર્થી અને એન.સી.સી. કેડેટ્સ ને અપાઈ હતી.
શિક્ષણની સાથે સાથે સમજ જરૂરી છે. શિક્ષણ હશે તો સમજ કેળવશે તે હેતુ સિધ્ધ કરતાં આજે યુનિવર્સિટીના વિવિધ ફેકલ્ટીના વિધ્યાર્થીઓને આગ બુઝાડવાનું પ્રેક્ટિકલ નિદર્શન પણ એન ડી આર એફ ની નિષ્ણાત ટીમે યુવા વિધ્યાર્થીઓને સૂચવ્યું આ સિવાય ઘરમાં નકામું ગણાતું થરમૉકૉલ, પ્લાસ્ટિકની બોટલ, ટાયર ટ્યુબને પણ પૂર જેવી પરિસ્થિતિમાં જીવન રક્ષક સામાન બનાવી આપણે તો બચીએ પણ બીજી જીંદગીને બજાવીને રાષ્ટ્રના ઉત્તમ નાગરિક તરીકે કામ કરી શકીએ તેવી ટેકનિક પણ શીખવવામાં આવી હતી. આ તાલીમ થી યુવા વિદ્યાર્થીઓએ પણ ખુશી વ્યક્ત કરી હતી.
આ તાલીમ કાર્યક્રમમાં એન ડી આર એફ 6 ગાંધીનગરના અધિકારી અરુણકુમાર અને તેમની ટીમ એન સી.સી. કૉ-ઓર્ડીનેટર ડૉ જય ત્રિવેદી, બી.બી.એ વિભાગના કૉ ઓર્ડીનેટર ડૉ આનંદ પટેલ પત્રકારત્વ વિભાગના ફેકલ્ટી ભરતભાઇ ચૌધરી, ડૉ. રિદ્ધિ અગ્રવાલ, ડૉ.કવિતા ત્રિવેદી, મહેશભાઇ પ્રજાપતિ, જયનાબેન તેમજ એનસીસી કેડેટ્સ અને વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.