રોશનીથી ઝળહળી ઉઠી રાણકી વાવ:પાટણની રાણકી વાવમાં 'વોટર ફેસ્ટીવલ' યોજાયો, સંગીતના સાજીંદાઓએ લોકોને મંત્ર મુગ્ધ કર્યા

પાટણ12 દિવસ પહેલા

પાટણ શહેરમાં આવેલી સુપ્રસિદ્ધ રાણ કી વાવ ખાતે શનિવારની રાત્રે ક્રાફ્ટ ઓફ આર્ટ સંસ્થા દ્વારા વોટર ફેસ્ટિવલનો ભવ્ય સુગમ સંગીત અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંગીતના સાજીંદાઓએ પોતાના શુ મધુર સંગીત અને ગીતોથી લોકોને મંત્ર મુગ્ધ કર્યા હતા. પાંચ વર્ષથી યોજાતા વોટર ફેસ્ટિવલનું આ વખતે પાટણની રાણકી વાવ ખાતે ઉજવણી કરાઇ હતી. આ ફેસ્ટિવલને પગલે રાણકી વાવને રોશનીથી શણગારવામાં આવી છે.

બોમ્બ ઢોલ ત્રાસાએ લોકોને આકર્ષયા
આ ફેસ્ટિવલ દર વખતે સરખેજ પ્લાઝા, અડાલજની વાવ અને ભદ્ર પ્લાઝામાં થાય છે પરંતુ આ વખતે ફરી વર્લ્ડ હેરિટેજ તરીકે ઘોષિત થયેલા રાણીકી વાવમાં યોજવામાં આવ્યું હતું. આ ફેસ્ટિવલમાં આદિત્ય ગઢવી, ઉતસાદ ફઝલ કુરૈશી, ઐયન અલીબગશ સંગીતના સૂર છેડયા હતા. બોમ્બ ઢોલ ત્રાસાએ લોકોને આકર્ષયા હતા. આ ફેસ્ટિવલની એક ખાસ વાત એ છે કે, તેમા દરેક હેરિટેજ સાઈટને લાઈડ્સથી સજાવવામાં આવે છે અને મોન્યુમેન્ટને જ સ્ટેજના બેકડ્રોપ તરીકે વાપરવામાં આવે છે. ત્યારે હાલ પાટણની રાણકી વાવને લાઈટ્સની રોશનીથી શણવારવામાં આવી છે.

ગુજરાતની નામાંકિત સંસ્થા ક્રાફ્ટ ઓફ આર્ટ દ્વારા ગુજરાતમાં આવેલા વિવિધ ઐતિહાસિક સ્થળોની ભવ્યતાને ઉજાગર કરવા માટે અને યુવાનો આપણા ભવ્ય ઇતિહાસને ઓળખતા થાય તે માટે આવા ઐતિહાસિક સ્થળોને રોશનીથી જગમગટ કરી અહીં ગુજરાત અને દેશના નામાંકિત કલાકારોને બોલાવીને સુંદર મજાના સુગમ સંગીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2015માં પણ આ સંસ્થા દ્વારા પાટણની રાણ કી વાવ ખાતે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે આગામી 19 થી 25 નવેમ્બર સુધી યોજાનાર હેરીટેઝ વિકના પ્રથમ દિવસે શનિવારના રોજ રાત્રે રાણીની વાવ ખાતે વોટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઢોલના ધબકારાઓથી કાર્યક્રમની ભવ્ય શરૂઆત
રાણીની વાવ ખાતે આજે યોજાયેલા વોટર ફેસ્ટિવલમાં સૌપ્રથમ મહારાષ્ટ્રના ઢોલ ત્રાસામાં 25 જેટલા કલાકારો દ્વારા ઢોલના ધબકારાઓથી કાર્યક્રમની ભવ્ય શરૂઆત કરવામાં આવી હતી .ત્યારબાદ તબલવાદક ઉસ્તાદ ફજલ કુરેશી અને સરોદવાદક અયાનઅલીની જુગલ બંદી રજૂ થઇ હતી. ત્યારબાદ ગુજરાતના નામાંકિત યુવા લોકસંગીત કાર આદિત્ય ગઢવી દ્વારા પોતાના મધુર સ્વરોથી શ્રોતાઓને ડોલાવ્યાં હતા. જ્યારે કાર્યક્રમના હોસ્ટ તરીકે ટીવી અભિનેતા માનવ ગોહિલ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંભાળ્યું હતું. આ પ્રસંગે ક્રાફટ ઓફ આર્ટ સંસ્થાના સ્થાપક અને આર્ટિસ્ટ ડિરેક્ટર બિરવા કુરેશી સહિત જિલ્લાના અધિકારીઓ, રાજકીય અને સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...