તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:પાટણની રામદેવ પાર્ક સોસાયટીનો રસ્તો અમરપાર્ક સોસાયટીના રહીશોએ બંધ કર્યો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુખ્ય રસ્તો બંને સોસાયટીની વચ્ચેથી પસાર થઈ રહ્યો છે
  • રોષે ભરાયેલા રામદેવ પાર્કના રહિશોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી

પાટણમાં સોમવારે વોર્ડ નંબર 7માં મીરા દરવાજા પાસે આવેલ રામદેવ પાર્ક સોસાયટીમાં કુલ 19 મકાનો આવેલ છે. એક બાજુ મારુતીપાર્ક અને બીજી બાજુ અમરપાર્ક સોસાયટી આવેલ છે. રામદેવ પાર્ક સોસાયટીનો મુખ્ય રસ્તો બન્ને સોસાયટી વચ્ચેથી નીકળતો હોઈ તમામ રહીશો આ રસ્તા પરથી પોતાના વાહનો લઇ પસાર થાય છે.

પરંતુ હાલમાં આ રસ્તો બન્ને સોસાયટીના રહીશો દ્વારા જાહેર રસ્તા ભોગવટાની શરતોનો ભંગ કરી ગેરકાયદેસર રીતે રસ્તો બંધ કરી દીધો હોઈ રામદેવ પાર્ક સોસાયટીના રહીશોને અવર જ્વર કરવામાં ભારે મુશ્કેલી સર્જાતાં પાલિકામાં રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતાં રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી માંગ સાથે કલેકટર ઓફિસમાં રજુઆત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...