પાટણનું ગૌરવ:નેશનલ ફેસ્ટિવલમાં સિલ્વર મેડલ મેળવનાર પાટણની પૂજા જોષીને સન્માનિત કરાઈ

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન પી કે કોટાવાલા કોલેજ ગ્રુપે બેંગ્લોર કર્ણાટક ખાતે આયોજિત નેશનલ યુથ ફેસ્ટિવલમાં સેકન્ડ નંબર પ્રાપ્ત કરી સિલ્વર મેડલ મેળવી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તેમજ પી કે કોટાવાલા કોલેજ સહિત સમગ્ર પાટણ શહેર અને ઉત્તર ગુજરાતનું નામ રોશન કર્યું છે.

ગુરુવારના રોજ આ ગ્રુપની સ્પર્ધક જોષી પૂજા નું પાટણના ઘીવટા વિસ્તારમાં આવેલ શ્રી બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે આ વિસ્તારની મહિલા મંડળની બહેનો દ્વારા તેમજ વિસ્તારના રહીશો દ્વારા તેના સ્વાગત સન્માન નો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સન્માનનો પ્રત્યુતર આપતા પૂજા જોશી એ સૌનો આભાર વ્યક્ત કરી નેશનલ કક્ષાએ યોજાયેલ યુથ ફેસ્ટિવલમાં ઇન્ડિયન ગ્રુપમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરવા બદલ ગૌરવની લાગણી અનુભવતા હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...