પાટણની શ્રી અને શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટસ કોલેજની વિદ્યાર્થિની નિરમા ઠાકોરે કોલેજ તેમજ પાટણ નગર માટે ખેલ જગતમાં ગૌરવ અપાવતી સિદ્ધિઓ મેરેથોન દોડમાં પ્રાપ્ત કરી છે. ત્યારે કોલેજની વિદ્યાર્થીનીને પ્રોત્સાહિત કરવા આર્ટસ કોલેજ, પાટણ અને NGE સોસાયટી, મુંબઈ દ્વારા રૂ 25 હજારનો ચેક આપીને સન્માનિત કરવામાં આવી હતી.
આ પ્રસંગે સંસ્થાના એક્ઝિક્યુટિવ ડાયરેકટર ડૉ. જે. એચ. પંચોલી, કોલેજના આચાર્ય ડો. લલિત એસ. પટેલ, ઉપેન્દ્રભાઈ ધ્રુવ સહિત સ્ટાફ પરિવાર હાજર રહ્યો હતો અને નિરમા ઠાકોર ને શુભેચ્છાઓ પાઠવી હતી.
નિરમા ઠાકોરની આ સિદ્ધિઓને બિરદાવવા તાજેતરમાં ગુજરાતના 62માં સ્થાપના દિવસ ગુજરાત ગૌરવની ઉજવણી દરમ્યાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા સન્માનપત્ર આપીને નવાજવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.