ગૌરવ:પાટણની એન.એસ. સુરમ્ય શાળાના વિદ્યાર્થીએ ઓલ ઇન્ડિયા ચેમ્પિયનશીપ ટેનિસની સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવ્યો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ મેચ રાજસ્થાનના બાસવાડા જિલ્લામાં યોજાઇ હતી

પાટણ જૈન મંડળ સંચાલિત એન એસ સુરમ્ય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વૈદિકકુમાર દિલપેશ કુમાર પટેલ ધો.8ના વિદ્યાર્થીએ ઓલ ઇન્ડિયા ચેમ્પિયનશીપ ટેનિસની સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું તેમજ પાટણ જિલ્લા અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. સિંગલ ફાઇનલમાં ગુજરાત રાજ્યના સાતને છ, ચાર અને સાત, છ સેટથી હરાવીને ફાઇનલ મેચમાં વિજેતા થયો છે.

આ મેચ રાજસ્થાનના બાસવાડા જિલ્લામાં યોજાઇ હતી. જેમાં સમગ્ર ભારતના સ્પર્ધક ભાગ લીધો હતો. આ તકે તૈયાર કરનાર વ્યાયામ શિક્ષક અને વિધાર્થીને સમગ્ર પાટણ જૈન મંડળ, ભૂતપૂર્વ વિદ્યાર્થી એસો,શાળા પરિવાર અને બી ડી સાર્વજનિક વિધાલય તરફથી ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. તેમજ આ તકે પ્રાથમિકના આચાર્ય હીરાભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ખેલ મહાકુંભમાં પણ અનેક સ્પર્ધામાં પ્રથમ રહ્યા તેમજ વૈદીક પટેલે સમગ્ર જિલ્લા માટે ગૌરવ પ્રાપ્ત કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...