તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાથી ડરવું નહીં લડવું જોઈએ:એકસાથે 47 કેસથી ફફડી ગયું હતું પાટણનું નવીકુવર ગામ, 18 જ દિવસમાં બન્યું કોરોનામુક્ત ગામડું

પાટણ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
37 પોઝિટિવ કેસ પૈકી બધા લોકો સ્વચ્છ થયાં - Divya Bhaskar
37 પોઝિટિવ કેસ પૈકી બધા લોકો સ્વચ્છ થયાં
 • 14 એપ્રિલના રોજ ગામમાં એકીસાથે 47 વ્યક્તિઓને પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો
 • સંક્રમણને આગળ વધતુ અટકાવવા ગ્રામજનોએ અનેક ઉપાય કરી સફળતા મેળવી

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાનું નવીકુવર ગામમાં કોરોના મુક્ત બન્યું છે. ગત તારીખ 14 એપ્રિલના રોજ ગામમાં કોરોના ટેસ્ટ કરવામાં આવતા એકીસાથે 47 વ્યક્તિઓને પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જ્યારે ગ્રામજનોએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરી આજે ગામને કોરોના મુક્ત બનાવ્યું છે.

ગ્રામજનોએ સાવચેતીથી 47 પોઝિટિવ કેસને નેગેટિવમાં ફેરવ્યા
ગ્રામજનોએ સાવચેતીથી 47 પોઝિટિવ કેસને નેગેટિવમાં ફેરવ્યા

રણના કાંઠે આવીને વસેલું એક હજારની વસતી ધરાવતું નવીકુંવર ગામ આજની સ્થિતિએ ગુજરાતના ગામો માટે ઉત્તમ ઉદાહરણ બન્યું છે. ગામમાં 14 એપ્રિલના રોજ કોરોના ટેસ્ટિંગ થતાં એક સાથે 47 પોઝિટિવ કેસ આવ્યા હતા. ગ્રામજનો દ્વારા કોરોના ગાઇડલાઇનનો ચુસ્ત અમલ કરી સંક્રમણને આગળ વધતુ અટકાવવા આરોગ્ય કર્મચારી રાજુભાઈ, ગામના અગ્રણી માસ્તર હમીરભાઇ, તલાટી અને યુવા સરપંચ ધીરુભાઈ દ્વારા ટીમ બનાવી સેનેટાઈઝર, સરકારી દવા, અને ગામને સંપૂર્ણ લોકડાઉન કરી ગામના તમામ 47 દર્દીઓએ કોરોનાને હરાવી અન્યને સંક્રમણ અટકાવી સમગ્ર ગામ કોરોના મુક્ત બન્યું છે.

કોરોનાથી ડરવું નહીં લડવું જોઈએ
મહત્વનું છે કે, 47 પોઝિટિવ કેસ પૈકી બધા લોકો સ્વચ્છ થયાં છે. જેમાં યુવાનો અને વડિલો પણ હતા. આ અંગે નવીકુવર ગામના 80 વર્ષના રાયસંગજીએ કોરોનાને હરાવીને જણાવ્યું હતુ કે, કોરોનાથી ડરવું નહીં લડવું જોઈ. એકોરોનાથી ડરવાની જરૂર નથી નિયમિત દવાઓ લો સ્વસ્થ રહો, હરિ નામ જપો કોરોના ભાગી જશે.

આખું ગામ 14 દિવસ સ્વૈચ્છિક લોક ડાઉન રાખ્યુ
નવી કુંવરના સરપંચ ધીરુભાઈપાશાભાઈ ઠાકોરએ જણાવ્યું હતું કે મારા ગામના 5 છાત્રો અભ્યાસ કરતા હતા એમને પોઝટિવ જણાતાં મેં બીજા દિવસે આરોગ્યની ટીમને જાણ કરતા બીજા દિવસે આવી દરેક લોકોનું ચેકિંગ કર્યું અને ટેસ્ટીગ કરતા અંતે 47 કેસ સામે આવ્યા હતા. એ લોકોને આરોગ્યની 5 દિવસની દવા આપવામાં આવી હતી. 14 દિવસ હોમ કોરોન્ટાઇન રહ્યા અને આખું ગામ 14 દિવસ સ્વૈચ્છિક લોક ડાઉન રાખી સતત 7 દિવસ ઉકાળા આપતા રહ્યા અને કપૂર ગોટી,અજમોની પોટલી બનવી ઓક્સિજન ઘટે નહીં તે માટે આપી હતી. સરકારની ગાઈડલાઈન સાથે આજે સંપૂર્ણ કોરોના મુક્ત બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો