સંગીતની નગરીને સોનેરી મોરપીંછ:પાટણની મ્યુઝિક એકડેમી નિરવગાંધીએ સતત 213 વખત હનુમાન ચાલીસાના પાઠ કરી વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા બુકનો ખિતાબ મેળવ્યો

પાટણ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી અને કરાઓ પરિવાર તેમજ બજરંગ દળનાં સુયકત આયોજનને સફળતા સાપડી

ઐતિહાસિક અને સંગીતની નગરી પાટણમાં હનુમાન જયંતિનાં પવિત્ર પવૅ નિમિત્તે નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી અને કરાઓ પરિવાર સાથે બજરંગ દળના સંયુક્ત ઉપક્રમે આયોજિત સતત 27 કલાક અને 27 મિનીટ સુધી 213 વખત 33 કલાકારોનાં સથવારે હનુમાન ચાલીસા પાઠનું પઠન કરવામાં આવ્યું હતું. જેને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા બુકનો ખિતાબ મળતા સંગીતની નગરીને સોનેરી મોરપીંછ પ્રદાન થયું છે.

ગઇકાલે સાંજે કાર્યક્રમ યોજાયો હતો

નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી અને કરાઓ પરિવારની ગૌરવ સાળી સિદ્ધી બદલ શનિવારના રોજ શહેરના એપીએમસી હોલ ખાતે વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા એવોર્ડ એનાયત સહિત તમામ કલાકારો તેમજ સહિયોગીઓને પ્રમાણપત્ર, શિલ્ડ અને મોમેન્ટો એનાયત કરવાનો કાર્યક્રમ પાટણના ડીડીઓ અને ઈન્ચાર્જ કલેકટર ડી.એમ.સોલંકી, લાલેશભાઈ ઠક્કર, ધારપુર હોસ્પિટલ નાં ઓર્થોપેડીક સજૅન ડો મૃદેવ ગાંધી, જૈન જાગૃતિ સેન્ટર પાટણના પ્રમુખ મેહુલ દેવદત્ત જૈન, સાહિત્યકાર અશોકભાઈ વ્યાસ, વેપારી અગ્રણી મહાસુખભાઈ મોદીએ ડીવીઝન અને બી ડિવિઝન પી આઈ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવોએ પ્રસંગોચિત ઉદ્બોધન કરી પાટણને વિશ્વ ફલક પર ગૌરવ પ્રદાન કરનાર નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી અને કરાઓ પરિવાર સહિત બજરંગ દળ પાટણની સિદ્ધીને સરાહી શુભેચ્છાઓ સાથે શુભકામનાઓ પાઠવી હનુમાન ચાલીસા પાઠનાં પઠન બદલ મળેલા વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયા બુક એવોર્ડ, પ્રમાણપત્ર, શિલ્ડ અને મોમેન્ટો એનાયત કરવામાં આવી હતી. સાથે સાથે પાટણની એકટીવ, જાયન્ટસ, ભારત વિકાસ પરિષદ, રોટરી કલબ પાટણ સહિતની સંસ્થાઓ દ્વારા પણ અભિવાદન કરવામાં આવ્યું હતું.

આ સન્માન સમારોહ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોનું નિરવ ગાંધી મ્યુઝિક એકડેમી નાં ઓનૅર નિરવ ગાંધીએ શાબ્દિક સ્વાગત કરી આવકાયૉ હતા. કાયૅક્રમનું સુંદર સંચાલન નિરવ ગાંધી મ્યુઝિક એકડેમીનાં ટ્રસ્ટી ડો.આસુતોષ પાઠક અને આભાર વિધિ ટ્રસ્ટી યશપાલ સ્વામી અને સંજય ખમાર દ્વારા કરવામાં આવી હતી. આ કાયૅક્રમમાં મોટી સંખ્યામાં પાટણ સંગીત રસીકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...