ત્રિવિધ કાર્યક્રમ:પાટણની એમ.કે. વિદ્યાલયમાં પાટીદાર સમાજની જરૂરમંદ વિદ્યાર્થિનીઓને 25%શૈક્ષણિક ફી માફ

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાલિસણામાં પાંચ ગામ પાટણવાડા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળનો ત્રિવિધ કાર્યક્રમ

પાટણ પાંચ ગામ સમાજના પાટણવાડા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા રવિવારે બાલીસણા ખાતે મંડળની વાર્ષિક સાધારણ સભા, તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ અને આર્થિક સહાયના ચેકનું વિતરણ મળી ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

બાલિસણા ખાતે શેઠ સી.વી. વિદ્યાલય કેમ્પસ ખાતે સમાજ આગેવાનોની અધ્યક્ષતામાં ત્રિવેણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં વિઠ્ઠલ પ્રભુ એજ્યુકેશન ટ્રસ્ટના આધસ્થાપક ચેરમેન અને અનેકવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા પાટીદાર સમાજના આગેવાન મુકેશ પટેલે જણાવ્યું હતું કે સમાજની જરૂરિયાતમંદ પરિવારની દિકરીઓ કે જે પોતાના એમ.કે. શૈક્ષણિક સંકૂલમાં અભ્યાસ કરવા ઈચ્છતી હોય અથવા અભ્યાસ કરતી હોય તેના માટે શૈક્ષણિક ફીમાં 25% ફી માફીની તેઓએ તત્પરતા દશૉવી દિકરા દિકરીઓને શિક્ષણ મેળવવા ઉપર ભાર મૂક્યો હતો.

મુકેશભાઈ પટેલ તેમજ મૂળ વાલમના વતની અને હાલમાં યુએસએ રહેતા જયંતિભાઈ રામજીભાઈ પટેલ, બાલિસણાના સામાજિક કાયૅકર મૂળચંદભાઈ નાથાભાઈ પટેલ, ભાન્ડુ ગામના પૂર્વ સરપંચ કલ્પેશભાઈ કાંતિલાલ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહી સમાજ સંગઠનની ભાવનાને વેગવતી બનાવવા તેમજ સમાજના યુવાનોના વિકાસ માટે શિક્ષણ ક્ષેત્રે આગળ વધવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે મંડળની વાર્ષિક સાધારણ સભાના હિસાબો મંજૂર કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો. સાથે ઉપસ્થિત સમાજના આગેવાનોના હસ્તે આર્થિક સહાયના ચેકનું વિતરણ કરી ત્રિવિધ કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ભોજન દાતા તરીકે લલ્લુભાઈ પટેલ, મુલચંદભાઈ પટેલ અને ડો. કાનજીભાઈ પટેલ પરિવારે સહયોગ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...