181ની નોંધપાત્ર કામગીરી:પાટણની મહિલા અભયમ હેલ્પલાઇનને વર્ષ 2022માં જરુરિયાદમંદ મહિલાઓના 251 કોલ મળ્યા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લામાં મહિલાઓની કોઈપણ પ્રકારની સમસ્યાઓનાં નિરાકરણ માટે રાજય સરકારનાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અને ગૃહ વિભાગ કાર્યનિવત ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ દ્વારા સંચાલિત એક અભિનવ હેલ્પ લાઈન તરીકે અભયમ 181 મહિલા હેલ્પ લાઈન શરુ કરાઈ છે. જેનો લાભ પીડિત મહિલાઓ, યુવતીઓ, વિદ્યાર્થિની, મનોરોગી મહિલાઓ,અને સિનિયર સિટીઝન મહિલાઓ માટે આર્શીવાદરૂપ સાબિત થઈ રહી છે. ત્યારે પાટણ જિલ્લામાં કાર્યરત અભયમ 181 મહિલા હેલ્પલાઈને 2022નાં વર્ષ દરમ્યાન નેત્રદિપક કામગીરી કરી હતી.

પાટણ જિલ્લાની મહિલા હેલ્પલાઈન જિલ્લાની 13,42,746 જનસંખ્યાને તેની કાર્યસેવામાં આવરી લે છે.જો કે એક જ રેસ્ક્યુવાન પાટણ જિલ્લામાં આવેલી છે. ડિસેમ્બર 2022નાં અંત સુધીમાં પાટણની આ 181 વાનને 252 સર્વિસ કોલ જરુરીયાતમંદો તરફથી મળી ચુક્યા છે. અને તેમાંથી 54 નો નિકાલ પણ કરાયો હતો. અને જયારથી આ સેવા શરુ થઈ ત્યારથી પાટણ જિલ્લાની આ વાનને 16892 કોલ્સ મળી ચૂક્યા છે.

વર્ષ 2022નાં વર્ષ દરમ્યાન પાટણ જિલ્લામાંથી ઘરેલું હિંસાનાં-123, જનરલ ઇન્ફોરમેશનનાં 28, હેરેસમેન્ટ-ટોર્ચર-શોષણનાં 40, લીગલ ઈસ્યુનાં 9, લગ્નબાહ્ય ઈસ્યુનાં 12, ફોન પર વાતો કરવા તથા શારીરિક હુમલાનાં 3- 3, માનસિક ત્રાસનો 1, અન્ય સંબધોને લગતા કેસોનાં 6, ઘરવિહોણા અંગેનાં 6, કસ્ટડી ઈસ્યુનાં 10, મિલક્ત સંબંધેનાં બળજબરીથી ઘરમાંથી કાઢી મૂક્વા માટેનાં અને ગુમ થયેલા વ્યક્તિનાં એક-એક, સાયબર ક્રાઈમનો ત્રાસનાં અને અન્ય પ્રકારનાં કોલ્સ બે બે કેસો આ હેલ્પલાઈનને મળ્યા હતા. જેમાં તેઓએ જરૂરીયાત મંદોને મદદ પહોંચાડી હતી. એમ પાટણ 181નાં કાઉન્સેલર કામીનીબેને જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...