ધનવર્ષા કરતી આંગી:પાટણના મહાલક્ષ્મી મંદિરે ધનતેરસના દિવસે માતાજીની ધનવર્ષા કરતી આંગી કરાઈ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરના માર્કેટયાર્ડમાં આવેલા મહાલક્ષ્મી માતાજીના મંદિરે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ધન તેરસના પવિત્ર દિવસે માતાજીની સન્મુખ ધનલક્ષ્મી કરતી આંગી કરાઇ હતી. જ્યારે શહેરના ત્રણ દરવાજા સ્થિત લક્ષ્મી માતાજી મંદિરે લક્ષ્મી માતાજીની ફૂલોની આંગી કરવામાં આવી હતી. વહેલી સવારે માતાજીને 11 લીટર દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો.

લક્ષ્મી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી
ધન સંપત્તિના ઝળહળતા મહાદેવી લક્ષ્મીજીની શનિવારે ધન તેરસના પવિત્ર દિવસે શહેરીજનોએ લક્ષ્મી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારે પાટણ શહેરમાં માકેર્ટયાર્ડમાં આવેલા મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં માતાજીની ધનવર્ષા કરતી મનોહર આંગી કરાઈ હતી .જેમાં રૂપિયા 1,2, 5,10,50,100,200,500,2000 ની ચલણી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ આંગી પાછળ કુલ 1 લાખ હજાર રૂપિયાની ચલણી નોટોનો ઉપયોગ કરાયો હોવાનું મંદિરના પૂજારી મહેન્દ્ર એ જણાવ્યું હતું.

માતાજીને ફૂલોની આંગી કરાઈ
જ્યારે શહેરના ત્રણ દરવાજા પાસે આવેલા લક્ષ્મી માતાના મંદિર પરિસર ખાતે ધન તેરસના દિવસે માતાજીને ફૂલોની આંગી કરાઈ હતી. તો ભક્તો દ્વારા ફૂલ અને કમળ ચઢાવી પૂજા કરવામાં આવી હતી. વહેલી સવારે માતાજીને 11 લિટરનો અભિષેક કરવામાં આવ્યો હતો. જેમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને ધનની દેવી લક્ષ્મી માતાજીના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

ધનતેરસની ભક્તિ સભર માહોલમાં ઉજવણી
પાટણ શહેરના રાણકીવાવ રોડ પર આવેલા કાલિકા માતાજીના મંદિરે પણ ધનતેરસ નિમિત્તે કાલિકા માતાજી અને ભદ્રકાળી માતાજીને રંગબેરંગી ફૂલો તેમજ નયનરમ્ય આંગી કરાઈ હતી. જેના દર્શનનો લાભ ભાવિક ભક્તોએ લઈ ધનતેરસના પર્વની ભક્તિ સભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...