ગતિશીલ ગુજરાતમાં થોડાંક સમય પહેલાં વિવિધ રમતોની કોમનવેલ્થ સ્પર્ધા મોટેરા- અમદાવાદ સ્ટેડિયમ ખાતે યોજાયા બાદ ગુજરાતની શાળા - કોલેજના વિદ્યાર્થીઓમાં રમત - ગમત પ્રત્યેની રુચિ જળવાઈ રહે તે માટે શિયાળામાં પાટણની સરકારી કે કે ગલ્સૅ શાળાના આચાર્ય ડૉ.દિનેશભાઈ પ્રજાપતિના માર્ગદર્શનથી વિદ્યાર્થીનીઓ ની વિવિધ સ્પર્ધાઓ નાં આયોજન કરવામાં આવી રહ્યા છે ત્યારે વિધાર્થીની ઓ પણ પોતાનામાં રહેલાં વિવિધ રમતોના કૌશલ્ય દાખવીને રમત ગમત ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરી રહી છે તો વિધાર્થીની ઓને શાળા પરિવાર દ્વારા ક્રમ અનુસાર ઈનામો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે.
ત્યારે જિલ્લા રમત-ગમત સંકુલ પાટણ ખાતે આયોજિત કરવામાં આવેલ 400 મીટર દોડ, રિલે દોડ, 100મીટર દોડ,બેડમિન્ટન, બાસ્કેટબોલ અને લોન ટેનિસ જેવી રમતો ની સ્પધૉમાં વિધાર્થીની ઓએ ભાગ લીધો હતો ત્યારબાદ શાળા કક્ષાએ આયોજિત રસ્સા ખેંચ, લાંબી કૂદ, ઊંચી કૂદ, ખો-ખો, ફુગ્ગા ફોડ, સંગીત ખુરશી, પૈસાશોધ,આંધળો પાટો, તેમજ 1 મિનિટ શો જેવી રમતોમાં વિધાર્થીની ઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.
શાળાના પી. ટી. શિક્ષક ભીખાભાઈ પ્રજાપતિના વડપણ હેઠળ શિક્ષક ભાઈ-બહેનો દ્વારા વિવિધ સ્પર્ધાઓનું સંચાલન કરવામાં આવ્યું હતું સ્પધૉમાં વિજેતા બનેલા સ્પધૅકોને શાળા પરિવાર દ્વારા ઈનામો એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.