મકરસંક્રાતિ પર્વ આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યાં છે. ત્યારે પાટણ શહેરના પતંગ બજારમાં વેપારીઓ ગ્રાહકોની રાહ જોઈ રહ્યાં છે. તો બીજી તરફ આ વર્ષે ઉત્તરાયણ પતંગ રસિકોને 20 ટકા મોંઘી પડશે. પતંગ બજારમાં અલગ-અલગ બ્રાન્ડના પતંગો વેચાણ અર્થે આવી ગયા છે. વિવિધ બ્રાન્ડની 9 અને 6 તાર દોરીના 1000થી 5000 વાર સુધીના રીલ હોલસેલ અને છૂટકના ભાવથી વેચાઈ રહ્યા છે.જયારે વિવિધ બ્રાન્ડના 20 પતંગના 80 થી લઈ 150 રૂપિયા ભાવે વેચાઈ રહ્યા છે. તો તૈયાર દોરી 400થી લઈ 1200 રૂપિયા સુધીનો ભાવ છે.
પાટણ ખાતે પતંગ-દોરી બજારમાં બ્લેકકટર, બ્લેડ એન્ડ વ્હાઈટ, કેજીએફ તેમજ અન્ય બ્રાન્ડની દોરીઓ ખરીદાઈ રહી છે. 6 તાર કરતાં 9 તાર દોરીના ભાવ 5000 વાર દીઠ રૂપિયા 50થી 100 વધુ છે. જયારે પતંગની કલર ચીલ, વ્હાઈટ ચીલ, અડદીયા, મોદી, ડબલ એન્જીન સરકાર, છોટા ભીમ પ્રિન્ટ સહિતની બ્રાન્ડો બજારમાં આવી ગઈ છે. જો કે, ઉત્તરાયણ પર્વે આડે ગણતરી દિવસ બાકી હોવા છતાંય જોઈએ એવો પતંગની ખરીદી ધસારો જોવા મળતો નથી એમ પતગનાં વેપારીએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.