• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan's Jabareshwari Bahuchar Mata Temple Filled 56 Bhog Annakoot, A Large Number Of Devotees Took The Opportunity To Have Darshan.

56 ભોગ અન્નકૂટ:પાટણના જબરેશ્વરી બહુચર માતાના મંદિરે 56 ભોગ અન્નકૂટ ભરાયો, મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લ્હાવો લીધો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

દેવ ઉઠી અગિયારસને લઈ પાટણ શહેરના તમામ મંદિરોમાં દેવ દિવાળી તરીકે ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે શહેરના સાલીવાળા વિસ્તારમાં આવેલા જબરેશ્વરી બહુચર માતાના મંદિર ખાતે 56 ભોગ અન્નકૂટ ભરવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

ધર્મમય માહોલમાં ઉજવણી
પાટણ શહેરમાં આવેલા વિવિધ વૈષ્ણવ મંદિરો સહિત અન્ય દેવ સ્થાનોમાં દેવઉઠી અગિયારસ એટલે કે, દેવોની દિવાળી તરીકે ઉજવાતા પર્વની ધર્મમય માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન દિવસે વૈષ્ણવ મંદિરોમાં શેરડી મંડપના મનોરથ દર્શન યોજાયા હતા.

શ્રદ્ધાળુ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી
અન્ય દેવ સ્થાનોમાં 56 ભોગ અન્નકુટ મનોરથ દર્શન ખુલ્લા મુકવામાં આવ્યા હતા. જેના અનુસંધાને શહેરના સાલીવાળા વિસ્તારમાં આવેલા જબરેશ્વરી ચોક ખાતે બહુચર માતાના સ્થાનકે 56 ભોગ અન્નકુટના મનોરથ દર્શન મૈયા સન્મુખ ભરવામાં આવ્યાં હતાં. જ્યાં શ્રદ્ધાળુ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...