તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Patan's Hemchandracharya North Gujarat University Campus, Where The Number Of Trees Is Four Times The Number Of Students Studying

વિદ્યાનાં મંદિરમાં 'હરિયાળી'ની માવજત:પાટણની યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતા વૃક્ષોની સંખ્યા છે ચારગણી, જ્યાં જુઓ ત્યાં લીલોછમ નજારો

પાટણ11 દિવસ પહેલાલેખક: સુનિલ પટેલ
  • હાલ 2500 વિદ્યાર્થીઓની સામે કેમ્પસમાં 10000 વૃક્ષ
  • વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના પ્રયાસોથી યુનિવર્સિટી બની 'હરિયાળી'

આજે પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. આજના દિવસે વૃક્ષારોપણ અને વૃક્ષોની જાળવણીને લઈ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને જરુરથી યાદ કરવી પડે. કારણ કે, ભૂતકાળના અને વર્તમાનના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોના પ્રયાસોના કારણે આજે આ યુનિવર્સિટી કેમ્પસમાં જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેનાથી ચાર ગણા વૃક્ષો કેમ્પસમાં ઉભા છે. હરિયાળીના કારણે સૌથી મોટો ફાયદો એ છે કે, બહારના વિસ્તારમાં જે તાપમાન હોય છે તેનાથી બે ડિગ્રી તાપમાન યુનિવર્સિટી કેમ્પસની અંદર અને વર્ગખંડમાં જોવા મળે છે.

પાટણમાં આવેલ પ્રકૃતિ પ્રેમી યુનિવર્સિટીની કે જેની 1985માં સ્થાપના થઇ અને 1992માં કેમ્પસ શરૂ થયું હતું.એ દરમિયાન કેમ્પસમાં ખેતરો જ હોય શેઢા પર ગણતરીના જ વૃક્ષો હતા.કેમ્પસમાં પ્રથમ કુલપતિ થી લઈ 2021 સુધીના તમામ કુલપતિઓ સહિત વિભાગોમાં ફરજ બજાવતા અધ્યાપકો પણ સ્વેચ્છાએ પોતાના વિભાગો આસપાસ વૃક્ષો સતત ઉછેર કરતા ધીરે ધીરે અંદાજે 230 એકરમાં ફેલાયેલા હેમચંદ્રાચાર્ય યુનિ. કેમ્પસના 22 ડીપાટમેન્ટ આસપાસ અને પાછળના મેદાનોમાં લીમડાઓના વૃક્ષ જ 5 હજાર ઉપર છે.અન્ય વૃક્ષો મળી અંદાજે 10 હજાર આસપાસ વૃક્ષો લહેરાઈ રહ્યા છે.

શહેર કરતા કેમ્પસમાં 2 ડીગ્રી તાપમાન ઓછું રહે છે
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં ચારે તરફ લહેરાતા 10,000 થી વધુ વૃક્ષોના લીધે બહાર કરતા ડિપાર્ટમેન્ટના વર્ગોમાં તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો ઘટાડો જોવા મળે છે. દિવ્યભાસ્કરની ટીમેં બપોરે બે કલાકે કરેલી જાત તપાસમાં બહારનું તાપમાન 41.2 ડીગ્રી હતુ. અને એ જ સમયે ડિપાર્ટમેન્ટ ના વર્ગોમાં તાપમાન 39.1 ડીગ્રી નોંધાયું હતુ.

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ જે.જે. વોરાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં 10 હજાર જેટલા વૃક્ષો ઉગેલા છે.જેમાં બોટનીકલ ગાર્ડન એટલે કે આયુર્વેદમાં જેનું મહત્વ છે તેવા વૃક્ષો પણ છે. વધુ વૃક્ષો વાવવા માટે શિક્ષણ મંત્રીની સૂચના મળી છે જે અન્વયે વધારે માં વધારે વૃક્ષો વાવવા માટે ડિપાર્ટમેન્ટ અને યુનિવર્સિટી સંલગ્ન કોલેજ માં પરિપત્ર કરવામાં આવ્યો છે. વૃક્ષો વાવી તેની જાળવણી કરવા પણ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો ને અપીલ કરી હતી.

યુનિવર્સિટીના રજીસ્ટ્રાર ડી.એમ. પટેલે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના 22 ડિપાર્ટમેન્ટ વિવિધ અભ્યાસ ક્રમો ના છે.જેમાં 2500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે .આ તમામ ડિપાર્ટમેન્ટ ની આજુબાજુ લીલાછમ વૃક્ષો છે જેના કારણે યુનિવર્સિટીમાં ઠંડક રહે છે. આમ આ યુનિવર્સિટી અંદાજે 10 હજાર જેટલા વૃક્ષો છે. અમે દર વર્ષે વૃક્ષો ની વાવણી કરી વધુમાં વધુ તેનો ઉછેર થાય તેવા પ્રયત્નો પણ કરીએ છીએ, જેના કારણે આજે યુનિવર્સિટી હરીયાળી બની છે.

'હરિયાળી MBAના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંગઠનના પ્રકૃતિ પ્રેમનું પરિણામ'
MBAના ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠનના સેક્રેટરી કે. કે. પટેલ જણાવ્યું હતું કે બે વર્ષ પહેલાં અમે યુનિ. ના કેમ્પસ માં 3500 જેટલા વૃક્ષો પૂર્વ કુલપતિ બી.એ. પ્રજાપતિ ના અધ્યક્ષતામાં , કર્મચારી મંડળ સહિતના અધ્યાપકો અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ એજ વાવ્યા હતા.પૂર્વ કુલપતિઓ અને ઈસી સભ્યો, વિદ્યાર્થીઓના સહિયારા પ્રયાસથી યુનિ કેમ્પસ અને મેદાનમાં લહેરાતા લાઇનબધ્ધ વૃક્ષોની હારમાળાથી હરીયાળી ક્રાંતિ સર્જાઇ છે.

100 આંબા અને લુપ્ત થતા 300 વૃક્ષોનો બગીચો
પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું કે 3 વર્ષ પહેલાં રીઝલ્ટ સેન્ટર પાસે સેન્ટરના સ્ટાફ તેમજ પરીક્ષા વિભાગ દ્વારા 100 જેટલા આંબા તેમજ અન્ય લુપ્ત થતા વૃક્ષ મળી 300 વૃક્ષોનો એક બગીચો બનાવવામાં આવ્યો છે. જેનું જતન થઈ રહ્યું છે.ગણતરીના વર્ષોમાં આંબા મોટા થતા કેરીનો બગીચો સમાન જોવા મળશે.સાથે સાથે વૃક્ષો પર પાણીના કુંડા અને માળા પણ બધીએ છીએ જેથી પક્ષીઓ ત્યાં રહી પાણી પી શકે.

આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર જગદીશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, યુનિ.ની શરૂઆત થઈ ત્યારે ખેતર હતા .ત્યારે ખાલી ખેતર ના શેઢા ઉપર લીમડા અને બીજા નાના મોટા વૃક્ષો ઉભા હતા. પરંતુ કેમ્પ શરૂ થયા બાદ દર વર્ષે વૃક્ષારોપણનું અભિયાન શરુ રાખી વધુમાં વધુ વૃક્ષો વાવવામાં આવતા આજે યુનિવર્સિટીમાં દસ હજાર જેટલા વૃક્ષો થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...