તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ઘાતક હથિયારોની ખરીદી-વેચાણ સામે પાટણના ગાંધી મૂલ્ય પ્રચારકનો વિરોધ

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂત આંદોલન મુદ્દે ગાંધી વિચારકે તીખિ પ્રતિક્રિયા આપી
  • ગાંધીયન ધનજીભાઈએ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને પત્ર લખ્યો

વિશ્વ બંધુત્વની ભાવના તેમજ ગાંધી મૂલ્ય પ્રસારક તરીકે 83 વર્ષની જૈફ વયે પણ સમર્પિત ભાવે કામ કરી રહેલા પાટણના વૃદ્ધ ગાંધીયન ધનજીભાઈ ઓખાભાઈ વિશ્વબંધુએ દુનિયામાં વિવિધ દેશો વચ્ચે માનવ ઘાતક હથિયારોની ખરીદી અને વેચાણ થઈ રહ્યા છે તેનો તીવ્ર વિરોધ દર્શાવ્યો છે.

તેમણે દેશમાં અને દુનિયામાં આમ માનવી માટે જ ઉપયોગી વેપાર વિનીમય કરવાની માંગ રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિ , દેશના વડાપ્રધાન અને સંયુક્ત રાષ્ટ્રસંઘ સમક્ષ રજૂઆત કરવાના ભાગરૂપે ધનજીભાઈ વિશ્વબંધુએ ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આજીવન ગાંધીવાદી કાર્યકર તરીકે પત્ર લખીને તેમની લાગણી ઉપર પહોંચાડવા વિનમ્ર અનુરોધ કર્યો છે. તેમણે તેમના પત્રમાં જણાવ્યું છે કે વિશ્વના દેશો વચ્ચે માત્ર માનવ જીવનની જરુરિયાત એવા અનાજ, કપડા, મકાન તેમજ અન્ય હેતુ માટે જ કોઈ પણ વેપાર વિનીમય થવો જોઈએ. તેમણે માનવ ઘાતક હથિયારો ખરીદી અને વેચાણ બંધ કરીને તેના બદલે નિશસ્ત્રીકરણને જ મહત્વ આપવા પણ માગણી કરી છે.

સમગ્ર વિશ્વમાં માનવતાની વાતો થાય છે પરંતુ તેને આત્મસાત કરવામાં આવતું નથી . દેશના ખેડૂતોના આંદોલનનો અંત લાવવાની જવાબદારી સરકાર નિભાવી શકી નથી. એક તરફ ગાંધીજીના મૂલ્યોની વાત થાય છે અને બીજી તરફ તેનો ઉપાલંભ કરવામાં આવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...