રિમાન્ડ મંજૂર:પાટણનાં ગમખ્વાર હિટ એન્ડ રન કેસનાં આરોપીઓના પાંચ દિવસનાં રિમાન્ડ મંજૂર, આરોપીઓનો ગુનાહિત ભૂતકાળ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી રિતેશ રાવલનો ગુનાહિત ભૂતકાળ, લૂંટ અને દારૂનાં અનેક ગુના નોંધાયેલા

પાટણ શહેરનાં જીમખાના અન્નપૂર્ણા સોસાયટી પાસે ગુરૂવારે સવારે મહિન્દ્રા ખુલ્લી શિકારી મોડીફાય કરેલી જીપ ચઢાવી દઇને એક વૃદ્ધ અને એક યુવતિને કચડી નાંખવાના ઇરાદાપૂર્વકની હત્યા કરવા સહિત હિટ એન્ડ રનનાં ગોઝારા બનાવનાં આરોપીઓ રિતેશ લલીતભાઇ રાવલ તથા વેદ રાવલ (રહે. અન્નપૂર્ણા સોસાયટી, કનસડા દરવાજા બહાર પાટણ)ની પાટણ એ - ડીવીઝન પોલીસે શુક્રવારની રાત્રે ધરપકડ કરી હતી અને તેઓને પાટણની જ્યુડિશિયલ કોર્ટનાં મેજિસ્ટ્રેટ ટી.જે. પટેલની કોર્ટમાં રજૂ કર્યા હતા જેમના પાંચ દિવસનાં રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યાં છે.

પાટણની કોર્ટે બંને પક્ષોની રજૂઆતો સાંભળની બંને આરોપીઓને પાંચ દિવસનાં રિમાન્ડ મંજૂર કરીને પોલીસ કસ્ટડીમાં સોંપ્યા હતા. એટલે કે પોલીસે જેટલા દિવસનાં રિમાન્ડ માંગ્યા એટલા દિવસનાં રિમાન્ડ આપ્યા હતાં.

આરોપી રિતેશ રાવલ
આરોપી રિતેશ રાવલ

પાટણ એ - ડીવીજન પોલીસે પાટણ કોર્ટમાં રજૂ કરેલી રિમાન્ડ અરજીમાં રજુઆત કરી હતી કે, આ બનાવ અગાઉ આરોપીઓએ પૂર્વ આયોજિત કાવત્રુ રચીને રેકી કરી હતી કે કેમ? આ બનાવમાં જીપનાં ચાલક વેદ રાવલની બાજુમાં બેઠેલા અજાણ્યા શખ્સની ઓળખ કુલદીપ રાજપૂત (રહે. દેણપ, તા. વાવ, બનાસકાંઠા) તરીકે થઇ હોવાની થઇ છે.

ઉપરોક્ત આરોપીઓનાં સંપર્કમાં શા માટે કેવી રીતે આવ્યો હતો? તથા આ આરોપીને આ અકસ્માતમાં ઈજા થઇ હોવાથી તેણે સારવાર લીધી છે? તેની તપાસ કરવાની છે. બનાવ સમયે આરોપીઓએ પહેરેલા કપડાં તપાસ અર્થે કબજે લેવાનાં છે.

આરોપી વેદ રાવલ
આરોપી વેદ રાવલ

આરોપીઓએ મૃતકને કયા પ્રકારની ધમકીઓ આપી હતી તેની તપાસ કરવાની છે . જીપને મોડીફાય કરાઇ છે તે કાયદેસર છે કે કેમ? તેની તપાસ કરવાની છે . ત્રીજો આરોપી કુલદિપ આરોપીઓનાં ઘરે કયા કારણોસર આવ્યો હતો તેની તપાસ આરોપીઓની કરવાની છે? તથા કોલ ડીટેઇલ્સ ( સીડીઆર ) મેળવી એરિયાનાં લોકેશન મેળવવાનાં છે . તે તમામ તપાસ માટે રિમાન્ડની માંગણી કરી હતી.

પોલીસે જણાવ્યું કે, આરોપી રિતેશ રાવલનો ગુનાઇત ભૂતકાળ છે તેની સામે પાટણમાં વિજળ કુવા વિસ્તારનાં એક બેકરી સંચાલકને લૂંટી લેવાનો, હારીજમાં દારૂનો નોંધાયેલો છે તથા અને એક ગુનો પણ નોંધાયેલો છે.

અન્ય સમાચારો પણ છે...