રકમ પરત અપાવી:પાટણની સાયબર ક્રાઈમ સેલે ક્રેડિટ કાર્ડ ફ્રોડના બનાવમાં રૂ. એક લાખથી વધુની રકમ એકાઉન્ટમાં પરત અપાવી

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

પાટણ જિલ્લામાંથી સાયબર ક્રાઇમને લગતા ગુના ડીટેકટ કરવા જિલ્લા પોલીસ વડાની સુચના મુજબ આર.કે.અમીન પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.ના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ સેલ ટીમ સતત કાર્યશીલ રહી આવા બનાવોને ગંભીરતાથી લઇ તાત્કાલિક યોગ્ય પગલા લઇ ભોગ બનનારને નાણાં પરત અપાવવા મદદરૂપ બની રહી છે.
ભોગ બનનારે સાયબર સેલમાં અરજી કરી
જિલ્લામાં સાયબર ક્રાઈમને લગતા બનાવ જેમાં ક્રેડિટકાર્ડ ફ્રોડ બનાવમાં ભોગ બનનાર સાથે રૂ.1,11,175/ની ઓનલાઈન છેતરપિંડી થતાં ભોગ બનનારે પાટણ સાયબર સેલમાં અરજી કરી હતી. જે અરજીના આધારે ભોગ બનનારને મદદરૂપ થઈ તાત્કાલિક એક્શન લઇ ટેકનીકલ એનાલીસીસના આધારે અલગ-અલગ બેંકો તથા ઓનલાઇન પેમેન્ટ ગેટ-વેના સહયોગથી અરજદારના કુલ રૂ.1,00,997/- રકમ એકાઉન્ટમાં પરત કરાવી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...