પાટણ જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ એન ચૌધરીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કચેરી ખાતે જિલ્લા શ્રેષ્ઠ શાળા પારિતોષિક પસંદગી કાર્યક્રમ યોજાયો હતો. પાટણની બી.એમ. અને સંડેરની જયભારતી હાઇસ્કૂલની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી થતા ડીઇઓ અશોક ચૌધરીના હસ્તે સન્માન કરાયું હતું. જિલ્લાકક્ષાની બંને શ્રેષ્ઠ શાળાઓને રૂા. 1-1 લાખનો પુરસ્કાર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યો છે.
જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળા મૂલ્યાંકન માટે જિલ્લાની તમામ શાળાઓમાંથી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા દરખાસ્ત મંગાવવામાં આવે છે. જે અનુસંધાને વર્ષ 2022 - 23 માટે તારીખ 07-02-23 સુધીમાં દરખાસ્ત રજૂ કરવાની થતી હતી અને તારીખ 17-02-23 ના રોજ જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શાળા પસંદગી સમિતિની. બેઠક મૂલ્યાંકન કરવા મળેલ જેમાં પાટણ શહેરની શેઠ બી.એમ. હાઇસ્કુલ. ને પ્રથમ ક્રમ આપવામાં આવેલ હતો. રાજકક્ષાએ તેઓની દરખાસ્તને ફોરવર્ડ કરવામાં આવેલ હતી. સમગ્ર જિલ્લામાં શાળાનો શ્રેષ્ઠ દેખાવ કરી પ્રથમ ક્રમ મેળવવા બદલ અને જિલ્લામાં શાળાનું ગૌરવ વધારવા બદલ જિલ્લા શિક્ષણાધિકારી એ.એન.ચૌધરી અને અધિક્ષક ડો.એસ. એસ.પટેલ દ્વારા આચાર્ય તથા શાળાના શૈક્ષણિક તેમજ વહીવટી સ્ટાફને આ તબક્કે શુભેચ્છા અને અભિનંદન પાઠવ્યાં હતા.
આદર્શ કેળવણી મંડળ વતી પ્રહલાદભાઈ એલ પટેલ આ તબક્કે શાળાના આચાર્ય ડો. બી.સી પટેલને તેમજ અન્ય કર્મચારી ગણને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યાં હતા. જણાવેલ કે બોર્ડની પરીક્ષાના પરિણામ માં પણ સતત અવિરત મોખરે રહેવા બદલ આપ સૌના સહિયારા યોગદાન ને મંડળ વતી બિરતાવતા હર્ષની લાગણી અનુભવું છું. વિશેષમાં કહ્યું કે રાજ્યકક્ષાએ પણ શ્રેષ્ઠ શાળા મૂલ્યાંકનમાં આપનો દેખાવ અવિરત જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરું છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.