મેળો બંધ-મંદિર ખુલ્લું:પાટણના ભૈરવ દાદાનો ભાઈ બીજનો મેળો આ વર્ષે પણ બંધ રખાયો, દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મંદિર ખુલ્લુ રહેશે જેથી ભક્તો દાદાના દર્શન કરી શકશે

કોરોના મહામારીના કારણે છેલ્લા બે વર્ષથી ધાર્મિક તહેવારો પર ગ્રહણ લાગ્યું હતું. જોકે, છેલ્લા કેટલાક સમયથી કોરોના કાબુમાં આવતાં નવરાત્રિ સહિતના તહેવારોમાં રાજ્ય સરકારે શરતોને આધિન છુટછાટ આપી હતી. જોકે, પાટણના ભૈરવ દાદાનો ભાઈ બીજનો મેળો આ વર્ષે પણ બંધ રખાયો છે.

કોરોનાની મહામારીના કારણે ભૈરવદાદાનો ભાઈ બીજા દિવસે ભરાતો લોકમેળ બંધ રાખવામાં આવ્યો છે. દરેક હરિભક્તોએ નોંધ લેવા ટ્રસ્ટી મંડળ દ્વારા જણાવવામાં આવ્યું છે.

જ્યારે મંદિર ખુલ્લુ રહેશે જેથી ભક્તો દાદાના દર્શન કરી શકશે. જેમાં કોરોના ગાઇડલાઇનનું સખ્ત પાલન કરવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...