સફાઈ અભિયાન:પાટણની આર્ટસ કોલેજ અને NSS વિભાગે કોલેજ કેમ્પસની સફાઈ કરી, 107 સ્વયં સેવકો જોડાયા

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલેજ ગાર્ડન, પાર્કિંગ અને ગ્રાઉન્ડની સફાઈ કરવામાં આવી

શ્રીમતી પી કે કોટાવાલા આર્ટસ કોલેજ, પાટણના એન.એસ.એસ વિભાગ દ્વારા શુક્રવારના રોજ કોલેજ કેમ્પસ ખાતે સફાઈ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સફાઈ કાર્યક્રમમાં કોલેજના ગાર્ડન, પાર્કિંગ અને મેદાન ખાતે રહેલા પ્લાસ્ટિક કચરાને વીણીને એકત્ર કરવામાં આવ્યો. આ સફાઈ કાર્યક્રમમાં 57 ભાઈઓ અને 40 બહેનો મળી કુલ 107 સ્વયંસેવકોએ ભાગ લીધો હતો.

આ સફાઈ કાર્યક્રમનું આયોજન કૉલેજના એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડૉ.અલ્પેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.કોલેજના આચાર્ય ડૉ.લલીતભાઈ પટેલ ના માર્ગદર્શનમાં કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.

અન્ય સમાચારો પણ છે...