તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકસેવા:પાટણના આર્શીવાદ ફાઉન્ડેશન દ્વારા હોમ કવોરોન્ટાઇન લોકો માટે નિઃશુલ્ક ટીફીન સેવા શરુ કરાઇ

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરે રસોઈ બનાવીને કોરોનાના દર્દીઓ અને હોમ કવોરોન્ટાઇનને ભોજન આપે છે

પાટણની પ્રતિષ્ઠિત સંસ્થા આર્શીવાદ ફાઉન્ડેશન દ્વારા કોરોના મહામારીમાં હોમ કવોરોન્ટાઇન લોકો માટે નિઃશુલ્ક ટીફીન સેવા શરુ કરવામાં આવેલી છે. થોડા સમય પહેલા જ સંસ્થાના સ્થાપક કમલેશભાઇ ઠક્કરને કોરોના થયેલો પરંતુ તેમણે હિંમતથી અને પુરતી જાગૃતતા દાખવીને કોરોનાને હરાવ્યો હતો.

આ સમય દરમિાયન તેમણે જોયું કે જે લોકો બહારગામથી પાટણમાં હોસ્પિટલોમાં દાખલ થાય છે કે જેમના ઘરે માત્ર પતિ-પત્ની જ હોય અને હોસ્પિટલમાં દાખલ થયેલા હોય અથવા હોમ કવોરોન્ટાઇન થયા હોય તેવા લોકોને જમવાની ખુબ જ તકલીફ પડે છે. તેથી સેવા શરૂ કરી છે.

ટીફીનમાં દરરોજ કંઇકને કંઇક નવીન હોય છે

આ સેવા યજ્ઞમાં તેમને સાથ તેમની પત્ની જીજ્ઞાબેન આપે છે. કમલેશભાઈ અને તેમના પત્ની ઘરે જાતે જ રસોઇ બનાવીને હોમ કવોરોન્ટાઇન થયેલ પરિવારોને નિઃશુલ્ક ટીફીન સેવા પુરી પાડી રહ્યાં છે. તેઓ ટીફીનમાં દરરોજ કંઇકને કંઇક નવીન ફરસાણની સાથે સાથે દુધ તેમજ તાજા ફળ ફળાદી પણ આપે છે. જેમાં રોટલી - શાક, દાળ - ભાત, સલાડ અને શુદ્ધ ઘીની સુખડી અને સફરજન તો કોઇ દિવસ દાળ-ભાત-શાક- રોટલીની સાથે ઢોકળા સાથે મોસંબીનો જયુશ પણ આપે છે.

ટીફીન સેવા માટે સવારે 10 અને સાંજે 5 વાગ્યાનો સમય

આ ટીફીન સેવા માટે નામ લખાવવા માટે મો 9898144082 અને 9624187201 પર સવારે 10 અને સાંજે 5 વાગ્યાનો સમય રાખ્યો છે. જેથી એમણે કેટલા ટીફીન બનાવવા તેનો અંદાજ આવે છે. આ ઉપરાંત તેમણે કોરોનામાં સંજીવની જેવા ગુણો ધરાવતી મીથીલીન બ્લ્યુ નામની લિકવીડ વિનામુલ્યે વહેંચવાની યોજના બનાવી છે તેમ કમલેશભાઈ ઠક્કરે જણાવ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...