તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:પાટણના આનંદ સરોવરની સરક્ષણ દિવાલ તોડી અસામાજિક તત્વો લોખંડની ગ્રીલ ઉઠાવી ગયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોર્પોરેટરો દ્વારા ચીફ ઓફિસરને પોલીસ ફરિયાદ કરવા અને આનંદ સરોવરમાં કાયમી સિક્યુરિટી મુકવા રજૂઆત કરાઈ

પાટણના નગરજનો માટે પર્યટક સ્થાન સમા આનંદ સરોવરના ગેટની લોખંડની ગ્રીલ જાળી કોઈ અસામાજિક તત્વો દ્વારા દીવાલ તોડીને ઉઠાવી ગયા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સ્થાનિકો દ્વારા આ ઘટનાની જાણ કોર્પોરેટરોને કરાતાં નગરપાલિકાના ચીફ ઓફિસર ધ્યાન દોરવામાં આવ્યું હતું અને આનંદ સરોવરમાં સિક્યુરિટીની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા રજૂઆત કરી હતી.

પાટણ શહેરની શોભા સમાન આનંદ સરોવરમાં વહેલી સવારથી જ પાટણના પ્રબુદ્ધ નગરજનો તેમજ યુવાનો યોગ-પ્રાણાયામ અને વોકિંગ અર્થે આવતા હોય છે. જ્યારે રજાના દિવસોમાં પાટણના નગરજનો પોતાના પરિવાર સાથે આ પર્યટક સ્થળ ઉપર આવીને મોજ-મસ્તી અને આનંદ કરતા હોય છે.

આનંદ સરોવરની સુરક્ષા માટે બનાવેલા પ્રવેશ દ્વારની ગતરાત્રીના સુમારે કોઇ અસામાજિક તત્વો દ્વારા દિવાલ તોડી લોખંડની ગ્રીલ અંદાજિત કિંમત રૂપિયા 10 હજારની ઉઠાવી ગયા હોવાની જાણ અહીં આવતા લોકોને થતા તેઓએ આ બાબતે આ વિસ્તારના કોર્પોરેટરોને જાણ કરતા તેઓ દ્વારા પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર ધ્યાન દોરી લોખંડની ગ્રીલ લઈ જનારા અસામાજિક તત્વો સામે કાયદેસરની ફરિયાદ કરવા તેમજ કાયમી ધોરણે આનંદ સરોવરમાં સિક્યુરિટીની વ્યવસ્થા ઉપલબ્ધ બનાવવા રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...