તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંજોગ:પાટણની આદર્શ હાઈસ્કૂલના પ્રિન્સિપાલે સબોસણના વિદ્યાર્થીના ધોરણ-11-12ના અભ્યાસનો ખર્ચ ઉઠાવ્યો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ધોરણ-11 અને 12ના શિક્ષણ માટે સોશિયલ મિડીયાના માધ્યમથી મદદ માંગતો પ્રજ્ઞેશ અને તેના પિતા. - Divya Bhaskar
ધોરણ-11 અને 12ના શિક્ષણ માટે સોશિયલ મિડીયાના માધ્યમથી મદદ માંગતો પ્રજ્ઞેશ અને તેના પિતા.
  • પિતા મજૂરી કામ કરતા હોઈ વિદ્યાર્થીએ મદદ માટે સોશિયલ મીડિયાથી મદદ માંગી

પાટણના સબોસણ ગામના એક વિદ્યાર્થીને ધોરણ 11 -12 માં અભ્યાસ કરવો હોઈ પરંતુ ઘરની પરિસ્થિતિ ખુબ જ ખરાબ હોઈ સોશિયલ મીડિયા થકી મદદ માંગતા શહેરની આદર્શ હાઈસ્કૂલના આચાર્યના ધ્યાનમાં મેસેજ આવતાં બાળકનો સંપર્ક કરી તેના અભ્યાસનો તમામ ખર્ચ ઉઠાવવાની જવાબદારી શિરે લઇ માનવતાની રાહે સમાજમાં સાચા ગુરુઓ જીવંત હોવાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.સબોસણ ગામમાં રહેતો પ્રજ્ઞેશ ભણવામાં ખુબ જ હોશિયાર હોઈ જાતે જ ઉચ્ચ અભ્યાસ કરવા માંગે છે.

પરંતુ પિતા ખાર કૂવા ખોદવા સહીત છૂટક મજૂરી કરતા હોઈ આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ હોવાથી હવે ધોરણ 10 બાદ સારી શાળામાં ધોરણ 11 -12 અભ્યાસ કરવા માંગે છે. જેણે મદદ માટે સોશિયલ મીડિયામાં એક મેસેજ ફરતો કર્યો હતો. જોગાનુંજોગ બે દિવસ બાદ આ મેસેજ પાટણ શહેરમાં આવેલ આદર્શ હાઈસ્કૂલના આચાર્ય ડાહ્યાભાઈ પટેલને ધ્યાને આવતાં મેસેજ ફરતો કરનાર બાળકનો સંપર્ક કરી તેના બન્ને વર્ષના ટ્યુશન, ગણવેશ સહીત અભ્યાસનો તમામ ખર્ચે ઉઠાવી તેને અભ્યાસ કરાવા માટેની જવાબદારી તેમને ઉઠાવી આગળ અભ્યાસ માટે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે. બાળકને મદદ મળતા પિતા અને બાળક બન્નેમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...