પાટણ જિલ્લા પંચાયત ખાતે બાળ વિકાસ યોજના અંતર્ગત યોજનાકીય સમીક્ષા બેઠક જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ. સોલંકીની અધ્યક્ષતામાં આજે યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા બાળ વિકાસ યોજના અધિકારી, મુખ્ય સેવિકા બહેનો, આંકડા મદદનીશ, પોષણ ટ્રેકર બ્લોક લેવલ ઇસીસી, ઈ-કોર્ડીનેટર પીએસઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. સમીક્ષા બેઠક સાથે સરકારની નવી શૈક્ષણિક નીતિ અંતર્ગત પ્રિ-સ્કૂલ એજ્યુકેશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે 17 થીમ આધારિત પ્રવૃત્તિઓ અને આંગણવાડીમાં 3 થી 5 વર્ષના બાળકો નિયમિત રીતે આવે તે માટે ડીડીઓ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત આંગણવાડીના મકાનોના બાંધકામ, તેના જમીનને લગતા પ્રશ્નો, ટેન્ડર પ્રક્રિયામાં મુશ્કેલી, આંગણવાડીના મકાન બાંધકામ માટે એજન્સી રૂ.7 લાખમાં ટેન્ડર ભરતી ન હોવાથી અને મનરેગામાં મકાન મટીરીચલ્સના ભાવમાં વધારો, વગેરે પ્રશ્નોની આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યકર બહેનો દ્વારા પોષણ ટ્રેકરમાં નિભાવવામાં આવતી તમામ બાબતો જેવીકે ગ્રોથ મોનિટરિંગ (કુપોષણ) ન્યુટ્રીશન (એમએમવાય – પીએમએમવીવાય), ગૃહ મુલાકાત, મકાન, પાણી, વીજળી, શૌચાલય વગેરે તમામ બાબતો અંગે મુખ્ય સેવિકા બહેનોના સેજા મુજબ યોજનાકિય રીવ્યુ સાથે ગેપ એનાલિસિસ કરાયેલ. યોજનાકીય કામગીરીને વેગ મળે અને જે ક્ષતિઓ હોય તેનું પુનરાવર્તન ન થાય વગેરે બાબતે પ્રોગ્રામ ઓફિસર દ્વારા પ્રેઝન્ટેશન મારફતે યોજનાકીય બાબતોનું રીવ્યુ કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.