નવરાત્રિનો મહિમા:પાટણમાં માતાજીના પહેલા નોરતે નવી ત્રણ પંચધાતુની મૂર્તિની પ્રતિષ્ઠા થશે

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ શહેરમાં હિંગળાચાચાર ચોકમાં દર વર્ષની પરંપરા પ્રમાણે ચાલુ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આ વર્ષે માતાજીની પંચધાતુની ત્રણ નવી મૂર્તિઓ તૈયાર કરાવાઈ છે. જેનું સોમવારનાં રોજ પ્રથમ નોરતે પ્રતિષ્ઠા યોજવામાં આવી છે.

કળશધારી 400 શોભાયાત્રાની શોભા વધારશે
આ પ્રસંગે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ પાટણ શહેરના રાજકાવાડા રામનીશેરી બહુચર માતાના મંદિર ખાતેથી સવારે 8 વાગ્યે શોભાયાત્રા નીકળશે. જેમાં માથે કળશધારી 400 બહેનો જોડાઈને શોભાયાત્રાની શોભા વધારશે. આ ઉપરાંત સાત જેટલી બગીઓ પણ તેમાં જોડાશે અને જુદા-જુદા યજમાનો તેમાં બિરાજમાન થશે.

માતાજીની ત્રણ નવીન મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાશે
રામની શેરીથી નીકળીને શોભાયાત્રા લોટેશ્વર, ચાચરિયા ચોક, પિંડારીયાવાડો, દોશીવટ બજાર થઈને હિંગળાચાચર ચોકમાં આવશે. જ્યાં બપોરે 12 વાગીને 39 મિનિટે માતાજીની ત્રણ નવીન મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાશે.

અન્ય સમાચારો પણ છે...