તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મ્યુકર માઇકોસિસ:પાટણને મ્યુકર માઇકોસિસના વધુ 110 ઇન્જેક્શન ફાળવાયા

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ધારપુર સિવિલમાં મ્યુકર માઇકોસિસના 9 દર્દીઓ દાખલ

પાટણ જિલ્લામાં મ્યુકર માઇકોસિસના કેસ વધતા દર્દીઓની સારવાર માટે આરોગ્ય વિભાગે ધારપુર મેડિકલ હોસ્પિટલને વધુ 110 ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. જેથી પાટણ જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લાના દર્દીઓને સારવાર માટે સરળતા રહેશે. કોરોના બાદ જિલ્લામાં મ્યુકર માઇકોસિસના કેસ વધ્યા હતા. પરંતુ ઇન્જેક્શન સહિતની જરૂરી દવાઓના અભાવે ધારપુર મેડિકલ હોસ્પિટલમાં સારવાર થઇ શકતી ન હતી જેને પગલે કલેકટરે સરકાર દ્વારા ઇન્જેક્શન સહિતની દવાઓની માંગણી કરી હતી ત્યારે પ્રથમ તબક્કામાં ધારપુર મેડિકલ હોસ્પિટલને 100 ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા. તે પૈકી હાલમાં 35 ઇન્જેક્શન વધ્યા છે.

હાલમાં નવ દર્દીઓ ધારપુર હોસ્પિટલમાં દાખલ છે. આરોગ્ય વિભાગે વધુ 110 ઇન્જેક્શન ધારપુર મેડિકલ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે આપ્યા છે. ધારપુર મેડિકલ હોસ્પિટલના સુપ્રિ. ડો.મનીષ રામાવતે જણાવ્યું હતું કે ધારપુરમાં મ્યુકર માઇકોસિસના 11 દર્દીઓ દાખલ હતા. તે પૈકી હાલમાં નવ દાખલ છે.

અન્ય સમાચારો પણ છે...