તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પરીક્ષા:પાટણ યુનિવર્સિટી દ્વારા જુલાઈ માસના અંતમાં અનુસ્નાતક સેમ-2ની 29 પરીક્ષાઓ ઓફલાઈન લેવા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે

પાટણ યુનિવર્સિટી દ્વારા રાજય સરકારની સૂચના મુજબ જે યુનિવર્સિટી ઓફલાઇન પરીક્ષા લેવા માટે સક્ષમ હોય તે સંદર્ભે પાટણ યુનિવર્સિટી દ્વારા આગામી જુલાઇ માસના અંતમાં અનુસ્નાતક સેમ -2ની પરીક્ષાઓ યોજવામાં આવશે.

રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી યુનિવર્સિટી દ્વારા ઓનલાઈન પરીક્ષાઓ યોજવામાં આવી રહી છે. ત્યારે આગામી જુલાઇ માસમાં અનુસ્નાતક સેમ-2 અને સ્નાતકની ડીગ્રી પરના અભ્યાસક્રમોની પરીક્ષાઓનાં કાર્યક્રમો યુનિવર્સિટીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યા છે. યુનિવર્સિટી દ્વારા ઓફલાઇન પરીક્ષા માટે તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે.

આગામી જુલાઈ માસના અંતમાં યોજાનાર અનુસ્નાતક સેમ-2 અને સ્નાતક ડિગ્રી પ્રવેશના અભ્યાસક્રમો મળી કુલ 29 જેટલી પરીક્ષાઓ યોજવામાં આવશે. તો પાટણ યુનિવર્સિટી સંલગ્ન પાંચ જિલ્લાની કોલેજોમાં અનુસ્નાતક સેમ-2 અને સ્નાતક ડિગ્રી પરના અભ્યાસક્રમોના અંદાજે કુલ 10 હજાર જેટલા વિદ્યાર્થીઓ સરકારની ગાઇડલાઇન મુજબ ઓફલાઇન પરીક્ષા આપશે તેમ યુનિવર્સિટીના પરીક્ષા નિયામક મિતુલ દેલિયાએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...