એજ્યુકેશન:પાટણ યુનિ. કેમ્પસમાં જ પ્રથમ દિવસે એમએસસી સેમ-3ની પરીક્ષામાં 465માંથી 24 છાત્રો જ હાજર

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
યુનિવર્સિટી કેમ્પસમાં MSC સેમ-3ની પરીક્ષામાં બે વર્ગખંડમાં ફક્ત એક -એક છાત્ર જ પરીક્ષા આપવા બેઠા હતા - Divya Bhaskar
યુનિવર્સિટી કેમ્પસમાં MSC સેમ-3ની પરીક્ષામાં બે વર્ગખંડમાં ફક્ત એક -એક છાત્ર જ પરીક્ષા આપવા બેઠા હતા
  • યુનિ.માં સાંજ સુધી આવેલા 50 ટકા કોલેજોના ડેટામાં કુલ 13346 પૈકી 10340 છાત્રોએ પરીક્ષા આપી 2906 ગેરહાજર રહ્યા, 50% કોલેજનો ડેટા આવ્યો ન હતો

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી ની સ્નાતક અનુસ્નાતક સેમેસ્ટરની પરીક્ષાઓ શરૂ થવા પામી હતી. જેમાં શુક્રવારે પ્રથમ દિવસે કેમ્પસમાં એમએસસી સેમ-3ની પરીક્ષામાં જ 95% ખાતરો ગેરહાજર રહેતા વર્ગખંડો ખાલીખમ પડ્યા હતા અને વર્ગખંડમાં એક છાત્ર અને અન્ય વર્ગખંડોમાં ચાર કે પાંચ છાત્રો પરીક્ષા આપતા જોવા મળ્યા હતા. પાટણ યુનિ. કેમ્પસમાં જ પ્રથમ દિવસે એમએસસી સેમ-3ની પરીક્ષામાં 465માંથી 24 છાત્રો જ હાજર તો ઉત્તર ગુજરાતમાં આર્ટ્સ કોમર્સ કરતાં સાયન્સ વિભાગમાં છાત્રોની ગેરહાજરી વધુ જોવા મળી હતી. સાંજ સુધીમાં પરીક્ષા વિભાગમાં 50% કોલેજનો ડેટા આવ્યો હતો જેમાં કુલ 13346 પૈકી 10340 પરીક્ષા આપી 2906 ગરહાજર રહ્યા હતા.

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની પરીક્ષામાં છાત્રોને પરીક્ષામાં બીજી તક આપી હોય પ્રથમ પરીક્ષામાં છાત્રોને ફરજિયાત પરીક્ષા આપવા કોઈ જબરદસ્તીના હોય મરજી મુજબ છાત્રોએ પરીક્ષા આપી હતી.જેમાં પ્રથમ દિવસે ઉત્તર ગુજરાતમાં 25 હજાર છાત્રોની પરીક્ષા યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...