પાટણ તાલુકાના અજીમાણા ગામના વતની અને હાલમાં પાટણ ખાતે રાજવી બંગલોમાં રહેતા દિલીપભાઈ અમથાભાઈ દેસાઈ પાસે તેમના મિત્ર જગદીશભાઈ બાપુલાલ ડબગર રહે. રતનપોળએ 15 ફેબ્રુઆરી 2019 ના રોજ એક માસના વાયદે રૂપિયા સાત લાખ ઉછીના લીધા હતા. અને તેના પેટે તેમણે પંજાબ નેશનલ બેંક નો ચેક આપ્યો હતો.
આ ચેક એક મહિના પછી દિલીપભાઈ દેસાઈએ 15 માર્ચ 2019 ના રોજ તેમના કેનરા બેંકના ખાતામાં જમા કરાવતા જગદીશભાઈનું ખાતુ બ્લોક હોવાના શેરા સાથે પરત ફર્યો હતો, જેમાં તેમની સાથે છેતરપિંડી થયાનું લાગતા વકીલ આર.ડી. દેસાઈ મારફતે પાટણ એડિશનલ કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ જગદીશભાઈ ડબગર સામે ફરિયાદ આપતા કેસ એડિશનલ સિવિલ જજ કુમારી પ્રિયંકા લાલ સમક્ષ ચાલી જતાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 મુજબ જગદીશભાઈને એક વર્ષની સાદી કેદ અને કલમ 357 (3)મુજબ 60 દિવસમાં ચેકની રકમ રૂ. 7 લાખ વળતર પેટે ચૂકવી આપવા અને ચૂકવવામાં કસૂર થયેથી 30 દિવસની સાદી કેદનો હુકમ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.