તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:પાટણ તાલુકા પંચાયતનું રૂ. 6.55 કરોડની પુરાંત વાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું

પાટણ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • નવા વરાયેલા તાલુકા પંચાયતના હોદ્દેદારોએ પદગ્રહણ કર્યું

પાટણ તાલુકા પંચાયતની સત્તા ભાજપે હાંસલ કર્યા બાદ બુધવારના રોજ તાલુકા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ માયાબેન ઝાલા, ઉપપ્રમુખ રૂકસાનાબેન શેખ, કારોબારી ચેરમેન અમિતભાઈ પટેલ, પક્ષના નેતા રમેશજી ઠાકોર, દંડક ધેમરભાઈ દેસાઈ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર અને ન્યાય સમિતિ કોપ્ટ સભ્ય તરીકે ત્રિભુવનભાઈ પરમાર (રાજપુર) અને દિનેશભાઈ પુરબિયા (હાજીપુર) એ વિધિવત રીતે પોતાના પદ ગ્રહણ કર્યા હતા. આ ઉપરાંત તાલુકા પંચાયતના બજેટની સામાન્ય સભામાં વર્ષ 2021-22 નું રૂ.99.65 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં રૂ. 93.10 કરોડનાં ખર્ચ તથા રૂ. 6.55 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે.

આ પદગ્રહણ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ મગનભાઈ પટેલ, મહામંત્રી જલુજી ઠાકોર, હરિભાઇ પટેલ, વિરેશભાઈ વ્યાસ જિલ્લા મંત્રી જયરામભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. તાલુકા પંચાયત પ્રમુખ માયાબેન ઝાલાએ જણાવ્યું હતું કે બજેટમાં તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી સામાન્ય ક્ષેત્રે રૂ. 27.24 લાખ, પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે રૂ.2.70 લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે રૂ. 3 લાખ, જાહેર બાંધકામ ક્ષેત્રે રૂ. 1.25 લાખ, ખેતીવાડી ક્ષેત્રે રૂ.1.50 લાખ અને પ્રક્રિણ યોજનાઓ માટે રૂ.1.5 લાખની જોગવાઈ કરાઈ છે.

સરકારી ગ્રાન્ટમાંથી પ્રાથમિક શિક્ષણ માટે રૂ. 7117 લાખ, આરોગ્ય માટે રૂ.15 લાખ, પશુપાલન માટે રૂ. 112 લાખ, સમાજ કલ્યાણ માટે રૂ.71 લાખ, જાહેર બાંધકામ માટે રૂ. 1042 લાખ રૂપિયાની બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો