પાટણ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયત પાટણના બજેટ માટે બેઠક પ્રમુખ પ્રેમીલાબેન વિનોદભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી.પાટણ તાલુકા પંચાયતનું વર્ષ 2023-2024નું બજેટ વિરોધ પક્ષના 9 સભ્યના વિરોધ વચ્ચે બહુમતીના જોરે મંજૂર કરાયું હતું.
જેમાં વર્ષ 2022 – 2023નું સુધારેલ અંદાજપત્ર મુજબ કુલ રૂ।. 9796.22 /–લાખ તથા સને વર્ષ 2023-24ના વર્ષનુ કુલ અંદાજપત્ર રૂ।. 9226.39 – લાખ તથા ઉઘડતી સિલક રૂ।. 966.40 લાખ મળી કુલ આવક રૂા. 10192.79 લાખ કુલ અંદાજ છે. જેની સામે કુલ ખર્ચ રૂા. 9332.32 લાખ ખર્ચ અંદાજેલ છે. જેની બચત સિલક રૂા. 860.47 લાખ છે.
પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન નરેશભાઈ પરમાર દ્વારા આગામી તા.17/05/2023 ના રોજ તાલુકા લેન્ડ કમિટી ની બેઠક મળનાર હોઈ તમામ સદસ્યઓ ને જરીરૂયાત મંદો પાત્રતા ધરાવતા લોકોને મફતગાળા માટે તાલુકા પંચાયત કચેરી પાટણ ખાતે અરજીઓ આપવા માહિતી આપવામાં આવી હતી.
તાલુકા વિકાસ અધિકારી કે.કે. પ્રજાપતિ દ્વારા ઈ-શ્રમ કાર્ડના તાલુકાના ગામોમાં વધુમા વધુ લોકો આ યોજનાનો લાભ લે અને પાટણ તાલુકાના ગામોમાં વેરા વસુલાત કામગીરીમાં સાથ સહકાર આપી વધુ વસુલાત થાય એવુ સુચન કર્યુ હતું.
વિરોધ પક્ષના નેતા સોહન પટેલએ ટેલિફોનિક જણાવ્યું હતું કે આજે સામાન્ય સભા યોજાઈ હતી. પરંતુ વિરોધ પક્ષના નવ સભ્યોને અંદાજપત્રની કોપીના મળતા તોવોને અભ્યાસ માટે સમય ન મળતા આજની બજેટ માટેની બોલવેલી ખાસ સામાન્ય સભામાં બજેટનો વિરોધ પક્ષના નવ સભ્યોએ વિરોધ નોધાવ્યો હતો. આમ સત્તાપક્ષે બહુમતી ના જોરે વર્ષ 2023-2024નું રૂ 860.47 લાખ ની પુરાત વાળું અંદાજપત્ર મંજુર કર્યું હતું.
આ પ્રસંગે પ્રેમીલાબેન પટેલ પ્રમુખ તાલુકા પંચાયત પાટણ, ઉપ પ્રમુખ રુકશાનાબેન શેખ, સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન નરેશભાઈ પરમાર, કારોબારી ચેરમેન અમિતભાઈ પટેલ, દંડક ધેમરભાઈ દેસાઈ, પક્ષના નેતા રમેશજી ઠાકોર, વિરોધ પક્ષના નેતા સોહનભાઈ પટેલ, મદદનીશ તાલુકા વિકાસ અધિકારી લેખરાજભાઈ પરમાર, હિસાબી અધિકારી, વિસ્તરણ અધિકારી પંચાયત, આંકડા તથા તાલુકા પંચાયત સદસ્યઓ ઉપસ્થિત રહ્યા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.