બજેટ મંજૂર થયું:પાટણ તાલુકા પંચાયતનું વર્ષ 2022-23નું રૂપિયા 7.78 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર

પાટણ5 મહિનો પહેલા
  • બજેટમાં પશુપાલન, સમાજ કલ્યાણ, શિક્ષણ, આરોગ્ય સહિતના વિકાસ કામોની જોગવાઈઓ

પાટણ તાલુકા પંચાયતની બજેટ બેઠક આજે સોમવારના રોજ તાલુકા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને તાલુકા પંચાયતના સભાખંડ ખાતે મળી હતી. જે બેઠકમાં વર્ષ 2022-23ના વષૅનું રૂ.7 કરોડ 78 લાખ 36 હજારની પુરાંતવાળું બજેટ સવૉનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.

પાટણ તાલુકા પંચાયતના વર્ષ 2022-23ના રજૂ કરવામાં આવેલા બજેટમાં ગુજરાત સ્વાસ્થ્ય યોજના, સમરસ પુરસ્કાર, કૃષિ-પશુપાલન, સમાજ કલ્યાણ, શિક્ષણ, આરોગ્ય સહિતના વિકાસ કામો અંગેની જોગવાઈઓ બજેટમાં કરવામાં આવી હોવાનું તાલુકા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું. તેમજ કુલ રૂ. 105.77 કરોડનું અંદાજ પત્ર મુજબ બજેટ રજૂ કર્યું હતું.

જ્યારે રૂ. 9 કરોડ 48 લાખ 54 હજાર તથા ઉઘડતી સિલક રૂ. 8 લાખ 32 હજાર મળી કુલ એકંદરે આવક અને રૂ. 10 કરોડ 28 લાખ 55 હજારના કુલ ખચૅમાંથી રૂ. 94 કરોડ 90 લાખ 30 હજારને બાદ કરતાં રૂ. 7 કરોડ 78 લાખ 36 હજારનું પુરાંત દશૉવતું બજેટ રજૂ કરતાં તેને સવૉનુમતે મંજૂર કરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પાટણ તાલુકા પંચાયત કચેરીના સભાખંડ ખાતે આજે સોમવારના રોજ મળેલી બજેટ બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા વિકાસ અધિકારી સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...