આવકમાં વધારો:પાટણ એસટી ડેપોને અંબાજીનો મેળો ફળ્યો, સાત દિવસમાં 9 લાખ રૂપિયાની આવક થઈ

પાટણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો રંગેચંગે સંપન્ન થયો છે. આ મેળામાં પદયાત્રીઓ અને શ્રધ્ધાળુઓના ઘસારાને પહોંચી વળવા માટે પાટણ એસ.ટી.ડેપો દ્વારા મેળાની સ્પેશ્યલ બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. સાત દિવસીય મેળામાં પાટણ એસ.ટી.ડેપોને રૂા.9 લાખથી વધુની આવક થવા પામી છે.

શકિતપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનાં મેળામાં યાત્રાળુ મુસાફરોની સુવિધા માટે સમગ્ર ગુજરાતભરના એસ.ટી.વિભાગ દ્વારા મેળાની સ્પેશ્યલ બસોની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવીહતી. ત્યારે પાટણ એસ.ટી.ડેપો દ્વારા 5 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી મેળાની સ્પેશ્યલ બસો કાર્યરત કરવામાં આવી હતી.

સાત દિવસ દરમ્યાન પાટણ એસ.ટી.ડેપો હારા પાટણથી અંબાજીની 30 બસો દ્વારા 338 ટ્રીપો મારવામાં આવી હતી. જેમાં 33238 કિલોમીટરથી વધુ ના રુટ પૈકી એસ.ટી.ડેપોને સાત દિવસમાં અંદાજીત રૂા.9 લાખ 49 હજાર 392 રુપિયાની આવક થવા પામી છે.આ વ્યવસ્થામાં પાટણ એસ.ટી.ડેપોના મેનેજર સહિત રુટનાં તમામ ડ્રાઈવર-કંડકટરો સહિત તમામ કર્મચારીઓએ મુસાફરોને સહયોગ પુરો પાડયો હતો.

અન્ય સમાચારો પણ છે...