હથિયાર સાથે ઝડપાયો:પાટણ એસઓજી પોલીસે અનવરપુરા ગામની સીમમાંથી દેશી હાથ બનાવટની બંદૂક સાથે એક શખ્સને ઝડપ્યો

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિને નાથવા અને ગેરકાયદેસર હથિયારોનાં ગુના શોધી કાઢવા પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ પોલીસ સ્ટેશનમાં આદેશ કર્યો છે. ત્યારે ગતરોજ પાટણ એસઓજી પોલીસે બાતમીના આધારે સમી તાલુકાના અનવરપુરા ગામની સીમમાંથી એક શખ્સને હાથ બનાવટની બંદૂક સાથે આબાદ ઝડપી આગળની કાર્યવાહી માટે સમી પોલીસ ને તપાસ સોંપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામા પોલીસ અધિક્ષક વિજય પટેલ દ્વારા ગેરકાયદેસર હથિયારના ગુન્હાઓ શોધી કાઢવા વિવિધ પોલીસ સ્ટેશનોમાં સુચના કરવામાં આવી હોય જેને ધ્યાનમાં રાખીને ગતરોજ ઇન્ચાર્જ પીઆઇ એસઓજી આર.જી.ઉનાગરના માર્ગદર્શન હેઠળ એકશન પ્લાન બનાવી ટીમ સાથે સમી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન મળેલ બાતમી આધારે અનવરપુરા ગામની સીમમાંથી દેશી હાથ બનાવટની બંદૂક નંગ-01 કિં.રૂ.2500/- સાથે એક ઇસમને પકડી પાડી સમી પો.સ્ટે.ખાતે સદર ઈસમ વિરુદ્ધ આર્મ્સ એકટ ગુન્હો રજી.કરી પુછપરછ હાથ ધરતા પકડાયેલ આરોપીએ પોતાનું નામ ઠાકોર ગગજી બોઘાજી રહે.કોડધા તા.સમી જી.પાટણ વાળા હોવાનું જણાવ્યું હતું.આગળની કાયૅવાહી સમી પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...