કાર્યવાહી:પાટણ એસઓજી પોલીસે ટાકોદીથી વિજાપૂરડા જતાં નદીના પટમાંથી દેશી બનાવટની બંદુક સાથે એકને ઝડપ્યો

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસઓજી પોલીસે શખ્સની આગળની કાર્યવાહી માટે ચાણસ્મા પોલીસને સોંપ્યો

પાટણ એસઓજી પોલીસે ચાણસ્માના ટાકોદીથી વિજાપૂરડા જતાં નદીના પટમાંથી દેશી બનાવટની રુપિયા 3 હજારની બંદુક સાથે એક ઈસમને પકડી પડ્યો હતો. શખ્સની આગળની કાર્યવાહી માટે ચાણસ્મા પોલીસને સોંપ્યો હતો.

પાટણ એસઓજી પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન ટાકોદી ગામે આવતાં ખાનગી રાહે મળેલી બાતમીના આધારે ટાકોદીથી વિજાપૂરડા જતાં નદીના પટમાંથી સિંધી ડફેર રફીકભાઇ હકીમભાઇ ઉર્ફે ભોલોના શખ્સને દેશી બનાવટની બંદુક સાથે ઝડપી પાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...