તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાંજાનું વાવેતર:પપૈયા અને જુવારની ખેતીની આડમાં ગાંજાનું વાવેતર કરતો શખ્સ પાટણ SOG પોલીસના હાથે ઝડપાયો

પાટણ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
રુ. 1.86 લાખ રૂપિયાનો મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો - Divya Bhaskar
રુ. 1.86 લાખ રૂપિયાનો મુદ્દામાલ સાથે એક આરોપી ઝડપાયો
  • સરસ્વતી તાલુકાના મહાદેવપુરા નવા સાંધામાંથી ગાંજાની ખેતી ઝડપાઈ
  • પોલીસે રૂ. 1.86 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી

પાટણ SOG પોલીસે સરસ્વતી તાલુકાના મહાદેવપુરા નવા સાંપ્રા ગામના એક ખેતરમાંથી ગાંજાની ખેતી ઝડપી છે. ખેતરમાં જુવાર અને પપૈયાની ખેતીની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરતા એક શખ્સને ઝડપી તેના વિરૂદ્ધ SOG પોલીસે વાગડોદ પોલીસ મથકમાં ગુનો દાખલ કર્યો છે .

પાટણ SOG પોલીસના જણાવ્યા મુજબ PSI વી.આર. ચૌધરી તથા તેમના સ્ટાફના અબ્બાસખાન કરીમખાન, લાલસિંહ બાબુજી, બળવંતસિંહ રજુજી, સોમજીભાઈ બદજીભાઈ, મોહનભાઈ ભોજાજી, અને વિષ્ણુજી હમીરજી જ્યારે પેટ્રોલીંગમાં હતા, ત્યારે તેઓએ સરસ્વતી તાલુકાના મહાદેવપુરા નવા સાંપ્રા ગામથી ગોલીવાડા તરફ જવાના રસ્તે એક કિલોમીટર એક ખેતરમાં ગાંજાની ખેતી થતી હોવાની બાતમી મળી હતી.

બાતમી મળતાં પોલીસે સંબંધિત વિવિધ વિભાગના અધિકારીઓને સાથે રાખી રેડ કરતાં ખેતરમાંથી બાતમી મુજબ પપૈયા અને જુવારની ખેતીની આડમાં ગાંજાના છોડની પણ ખેતી ઝડપાઈ હતી. જેથી પોલીસે વાવેતર કરેલા 46 નંગ છોડ, જેનું વજન 18 કિલો 600 ગ્રામ મળી રુ. 1.86 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને ખેતરનો કબ્જો ધરાવતા લક્ષ્મણ કેશાજી વાઘેલા (રહે. મહાદેવપુરા, નવા સાંપ્રા આથમણી પાટીવાળા)ને ઝડપી તેના વિરૂદ્ધ વાગડોદ પોલીસ મથકમાં SOG પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...