લીલાશાહ મહારાજની આરતી:પાટણ સિંધી જનરલ પંચાયત દ્વારા સિંધી ધર્મશાળામાં લીલાશાહ મહારાજની મૂર્તિની આરતી-હવનનું આયોજન કરાયું

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સિંધી સમાજનાં મહાન સંતો પૈકી એકસ્વામી લીલાશાહ મહારાજ જેઓ 12 વર્ષની ઉમરે સન્યાસ લીધો હતો અને ઈશ્વરનાં સાક્ષાત્કારમાં નિકળી પડ્યા હતા. આ દરમ્યાન તેમને સમાજસેવા ખૂબ કરી હતી. તેઓનાં આશ્રમ આદીપુર, નૈનીતાલ, પાલનપુર એમ ભારતભરમાં કાર્યરત છે. તેઓએ કાર્તિક સુદ નોમ ના દિવસે દેહત્યાગ કર્યો હતો, પાલનપુર ખાતે અને કાર્તિક સુદ દશમના દિવસે આદિપુર આશ્રમમાં તેમની સમાધી આપી હતી. ત્યારબાદ ભારતભરમાં અનેક શહેરોમાં કાર્તિક સુદ દશમના દિવસે મનાવવામાં આવે છે. તેમાં જનોઇ/સમુહલગ્ન ભંડાર જેવા કાર્યક્રમો કરવામાં આવે છે. તે યોગગુરૂ પણ હતા.

આજે પણ શહેરમાં ભાટીયાવાડ સિંધી ધર્મશાળામાં સ્વામી લીલાશાહ મહારાજની મૂર્તિ સમક્ષ આરતી, અરદાસ, હવન, પ્રસાદનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમમાં સમાજનાં સર્વ પરિવારના લોકોએ દર્શનનો લાભ લીધો હતો.આ કાર્યક્રમમાં મંદિર શણગારવાનાં યજમાન જયરામજી પરિવાર(હસ્તક-ભોગીલાલ ઠક્કર)એ લાભ લીધો હતો.

સ્વામી લીલાશાહ મહારાજએ એમના જીવનકાળ દરમ્યાન વ્યસનમુક્તિ કુરિવાજ/દેહજપ્રથાનાં અભિયાન ચલાવ્યા હતા. અને સમાજમાંથી દુષણો દૂર કરવામાં પ્રચારો ચલાવ્યા હતા. આ કાર્યક્રમ દરમ્યાન સમાજનાં આગેવાનોએ હાજર રહી સેવા આપી હતી. આમ, સૌના સાથ-સહકાર દ્વારા આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ પાટણ સિંધી જનરલ પંચાયત દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...