24 કલાક ધમધમતું રસોડું:અંબાજીમાં પાટણ સિદ્ધ હેમ સેવા ગ્રુપ રોજ અંદાજે 20 થી 25 હજાર ભક્તોને જમાડે છે

પાટણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેમ્પમાં 600 લોકો સેવામાં જોડાયા, 24 કલાક રસોડું ધમધમે છે

પાટણ સિદ્ધહેમ સેવા ગ્રુપ દ્વારા દર વર્ષે મા અંબાના મહાકુંભમાં દશમથી પૂનમ સુધી માતાજીના દર્શન અર્થે આવતા ભક્તોની સેવા માટે ખમણના કેમ્પનું આયોજન કરાતું હતું.પરતુ ગત વર્ષે કોરોના મહામારીમાં લોકોને ભોજનની સેવા માટે કોઈ કેમ્પ ન થતા ભોજન સેવા પૂરી પાડવા માટે અંબાજી ખાતે ભોજનનો એકમાત્ર સેવા કેમ્પ પ્રથમવાર કર્યો હતો.જેમાં એક લાખ ભક્તોને ભોજનની સેવા પૂરી પાડી હતી. આ બીજા વર્ષે પણ અંબાજી ખાતે દિવાળીબા ગુરુભવન પાસે બંને ટાઈમ ભોજનની સેવા પૂરી પાડવા કેમ્પ કાર્યરત્ કર્યો છે.જેમાં બપોર અને રાત્રે બન્ને ટાઈમ ભોજન સહિત મેડિકલ અભ્યાસના છાત્રો દ્વારા સેવાઓ કરાઈ રહી છે. ગુરુવારે ફકત બપોરે 14200 યાત્રાળુઓએ એક જ ટાઈમમાં ભોજન લીધું હતું. બે દિવસ દરમ્યાન ભક્તોનો ઘસારો વધશે. સિદ્ધહેમ સેવા ગ્રુપના પ્રમુખ સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે રોજ બપોરે 14 હજાર આસપાસ લોકો જમે છે. સાંજે પણ 12 થી 15 હજાર આસપાસ લોકો જમે છે. બે દિવસ હવે ભક્તોની વધુ ભીડ જામશે. તમામ ભક્તોના ભોજનની વ્યવસ્થા માટે 150 ગ્રુપના કાર્યકરો, રસોઈ, પીરસવા સહીત સાફ સફાઈ માટે 350 લોકો મળી 600 લોકો કેમ્પમાં કામ કરી ભક્તો માટે ભોજનની વ્યવસ્થા પૂરી પડાઈ રહી છે. 24 કલાક રસોડું ચાલુ હોય છે. બપોરે દાળ, ભાત, શાક, રોટલી અને મોહનથાળ તેમજ સાંજે ભાખરી, શાક,ખીચડી કઢીનું ભોજન અપાય છે.

અન્ય સમાચારો પણ છે...