આભારદર્શન કાર્યક્રમ:પાટણ બેઠક પર વિજેતા કિરીટ પટેલે પોતાના મતદારોનો આભાર માન્યો, અધૂરા કામ પૂર્ણ કરવાની ખાતરી આપી

પાટણ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

18 પાટણ વિધાનસભા બેઠક પરથી ભવ્ય વિજય બનેલા પાટણ કોંગ્રેસના સીટીંગ ધારાસભ્ય ડો.કિરીટ પટેલ દ્વારા રવિવારના રોજ જૂના સર્કિટ હાઉસ ખાતે 18 પાટણ વિધાનસભા મત ક્ષેત્રના તમામ મતદારો, કાર્યકર્તાઓ, સ્નેહીજનો અને સમર્થકોનો આભાર દર્શન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

પાટણ વિધાનસભા બેઠક પરથી જંગી બહુમતી સાથે વિજય બનાવવા બદલ ડો.કિરીટ પટેલે તમામનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. તો ઉપસ્થિત સૌએ તેઓનું અભિવાદન કરી પાટણ મતવિસ્તારના અધુરા વિકાસ કામોને વહેલી તકે પૂર્ણ કરવા અભિલાષા વ્યક્ત કરી હતી.

ડો.કિરીટ પટેલે જણાવ્યું હતું કે ગત પાંચ વર્ષમાં પાટણ શહેર સહિત પાટણ મતવિસ્તારના ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરી રોડ રસ્તા પાણીની સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે ત્યારે ફરીથી મારામાં વિશ્વાસ મૂકીને મને ધારાસભ્ય તરીકે ચૂંટી કાઢ્યો છે ત્યારે હું ખાતરી આપું છું કે પાટણ શહેર સહિત મારા મત વિસ્તારના લોકોની તમામ જરૂરિયાતોને પરિપૂર્ણ કરવા માટે હું હંમેશા કટિબધ્ધ બની કામ કરતો રહીશ અને સરકાર ભલે આપણી ન હોય પરંતુ પ્રજાના પ્રશ્નો હંમેશા વિધાનસભામાં નિર્ભય પણે ઉઠાવી તેને પરિપૂર્ણ કરવા પ્રયત્નશીલ રહીશ તેવી હૈયા ધારણા ઉપસ્થિત સૌને આપી હૃદયથી સૌનો આભાર પ્રગટ કર્યો હતો.ડો. કિરીટ પટેલ દ્વારા જૂના સર્કિટ હાઉસ ખાતે આયોજિત કરાયેલા આભાર દર્શન કાર્યક્રમમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ, પાટણ મતવિસ્તારના મતદારો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...