વ્યવસ્થા:પાટણ નવા ગંજમાં માલ અને વાહન મુકવા રૂ. 78 લાખના ખર્ચે શેડ બનશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 25 ટકા ગ્રાન્ટ સરકારની અને બાકીનો ખર્ચ માર્કેટયાર્ડ ઉઠાવશે
  • દિવાળી સુધી છેડ ઉભો ​​​​​​​થતા ખેડૂતોને માલ અને વાહન રાખવાની મુશ્કેલી દૂર થશે

પાટણના નવા ગંજબજારમાં ખેડૂતોનો માલ રાખવા અને વાહનો ઉભા રાખવા રૂ. 78 લાખના ખર્ચે નવિન વિશાળ શેડનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. પાટણ નવાગંજ બજારમાં સિઝનમાં થતી વાહનોની ટ્રાફિક અને માલ રાખવાની સમસ્યાને દૂર કરવા કમિટી દ્વારા 78 લાખના ખર્ચે ખેડૂતોની સવલત માટે બજારના કોમન પ્લોટમાં શેડ બનાવવામાં આવી રહ્યો છે.

આ છેડમાં ખેડૂતો પોતાના માલ ભરેલા વાહનો પાર્કિંગ કરવા સહિત માલની હરાજી માટે ઢગલા કરી શકશે. જેથી માર્કેટયાર્ટ અંદર ટ્રાફિક, વાહન પાર્કિંગ અને ચોમાસામાં માલ પલડવાની સમસ્યા દૂર થતાં ખેડૂતોને મુશ્કેલી દૂર થશે. આ શેડ બનાવવાના ખર્ચમાં 25 ટકા ગ્રાન્ટ સરકારમાંથી ફાળવામાં આવી છે. અન્ય તમામ ખર્ચ માર્કેટયાર્ટ કમિટી દ્વારા કરવામાં આવી રહ્યો છે તેવું સેકેટરી ઉમેદભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...