સ્વચ્છતા રેંકને વધાવ્યો:સ્વચ્છતા સર્વેક્ષણમાં પાટણનો રેંક 28ના વધારા સાથે 201 ક્રમે

પાટણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પાટણમાં નગરપાલિકા સાથે સેવાભાવી સંસ્થાઓ દ્વારા રસ્તા ઉપર સ્વચ્છતા અભિયાન  હાથ ધરવામાં આવી રહ્યું છે. - Divya Bhaskar
પાટણમાં નગરપાલિકા સાથે સેવાભાવી સંસ્થાઓ દ્વારા રસ્તા ઉપર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.
  • પાટણ નગરપાલિકાના સત્તાધારી પક્ષે સ્વચ્છતા રેંકને વધાવ્યો, અપક્ષે સફાઈ સર્વેક્ષણ આભાસી ગણાવી નારાજગી વ્યક્ત કરી
  • પાટણને વર્ષ 2017માં 111મા નંબરે, વર્ષ 2018માં 263 અને વર્ષ 2019માં 291 ક્રમ થયો હતો. વર્ષ 2020માં 229 રેન્ક મળ્યો હતો

કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2021માં કરવામાં આવેલ સ્વચ્છતા સર્વેક્ષણનું રીઝલ્ટ પેન્ડિંગ હતું જે શનિવારે જાહેર કરાતા પાટણ નગરપાલિકા વિસ્તાર સ્વચ્છતા ક્ષેત્રે 28મા ક્રમ ઉપર આવ્યું છે. વર્ષ 2020માં 229મા ક્રમે શહેર રહ્યું હતું જે ચાલુ સાલે 1 લાખથી 10 લાખની જનસંખ્યા ધરાવતા દેશના 372 શહેરોમાં 201 નંબરે રહ્યું છે. જ્યારે રાજ્ય કક્ષાએ 13માંથી પાંચમા ક્રમે શહેર આવ્યું છે.

પાટણ શહેરમાં રાત્રે પણ પાલિકા દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે.
પાટણ શહેરમાં રાત્રે પણ પાલિકા દ્વારા સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે.

નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઇ માળીએ જણાવ્યું હતું કે આજે જાહેર થયેલા રિઝલ્ટમાં પાટણની સ્થિતિમાં સુધારો જણાયો છે તેમ છતાં આ સંતોષકારક નથી. ઉપરના ક્રમે શહેર આવે તે માટે અમે પ્રયત્નો કરી રહ્યા છે. ચાલુ સાલે ધીમો પણ વધારો થઈ રહ્યો છે. લોકો ભીનો અને સૂકો કચરો અલગ આપતા થશે તો પરિસ્થિતિમાં વધારે સુધારો આવશે.

પાટણ પાલિકાના કર્મચારીઓ અને સફાઈ કામદારોને સ્વચ્છતા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
પાટણ પાલિકાના કર્મચારીઓ અને સફાઈ કામદારોને સ્વચ્છતા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત છેલ્લા પાંચ વર્ષથી સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે. જેમાં ખુલ્લામાં શૌચક્રિયા નાબૂદી, ઓડીએફ, ગાર્બેજ ફ્રી સિટી એટલે કે કચરા મુક્ત શહેર તેમજ સ્વચ્છતા સર્વેક્ષણ દર વર્ષે કરવામાં આવે છે. જાન્યુઆરીમાં કેન્દ્ર સરકારની ટીમ આવીને સર્વેક્ષણ કરી જાય છે અને તેનું રિઝલ્ટ જૂન ઓગસ્ટ સુધીમાં જાહેર કરવામાં આવે છે.

જેમાં સૌપ્રથમ વર્ષ 2017માં 111મા નંબરે પાટણ નગરપાલિકા રહી હતી. વર્ષ 2018માં આ ક્રમ ગગડીને 263 અને વર્ષ 2019માં 291 થયો હતો. વર્ષ 2020માં 229 રેન્ક મળ્યો હતો. વર્ષ 2021માં થયેલા સર્વેક્ષણનું રિઝલ્ટ બાકી હતું જેમાં આ વખતે 221મો ક્રમ મળ્યો છે. આ અગાઉ ઓડીએફમાં ડબલ પ્લસ માર્ક શહેરને મળ્યા હતા.

ડોર ટુડોર કલેક્શન લગભગ સો ટકા થતાં રેંક ઉંચકાયો
સ્વચ્છતા શાખાના ચેરમેન ગોપાલસિંહ રાજપૂત અને શાખા અધિકારી દિનેશ સોલંકીએ જણાવ્યું હતું કે શહેરમાં ડોર ટુ ડોર કલેકશન લગભગ સો ટકા થઈ ગયું છે. કોવિડ વખતે વધારાના સફાઈ કામદારો રાખવામાં આવ્યા હતા તેમની સેવાઓ ચાલુ હોવાથી સફાઈ કામગીરીનું સ્તર સુધર્યું છે. રાત્રિ સફાઈ તેમજ ઝુંબેશ પણ કરવામાં આવે છે. કેન્દ્રની ટીમ દ્વારા અલગ-અલગ વિસ્તારો ની સફાઈ, પે એન્ડ યુઝ શૌચાલયો, ડમ્પિંગ સાઇટ તેમજ એસટીપી પ્લાન્ટની ચકાસણી કરવામાં આવી હતી.

સર્વેક્ષણ આભાસી હોય છે : અપક્ષ સભ્ય
પાલિકાના અપક્ષ સભ્ય ડોક્ટર નરેશ દવે પ્રતિક્રિયા આપી હતી કે સફાઈ સર્વેક્ષણ આભાસી હોય છે અને બધા જ વિસ્તારોમાં સર્વે કરનારી ટીમ જતી નથી છેલ્લા ઘણા સમયથી શહેરમાં સફાઈની સેવા કથળી છે તે સત્ય છે. સર્વે માટે આવતી ટીમ કેટલાક લોકોનો જ અભિપ્રાય લેતી હોય છે તેમાં સર્વગ્રાહી મંતવ્ય બહાર ન આવી શકે.

સ્વચ્છતા સર્વેક્ષણમાં મહેસાણાને 14મો રેંક
મહેસાણા | મહેસાણા સહિત જિલ્લાના તમામ છ ઊંઝા,વિજાપુર,વડનગર, કડી, ખેરાલુ, વિસનગર શહેરોએ સર્ટિફીકેશનમાં 1800 માંથી 500 સ્કોર મેળવ્યો છે.જોકે વસ્તીની દ્રષ્ટીએ અલગ અલગ માપંદડમાં આવતા આ શહેરોનો દેશ વ્યાપી રેન્કિંગ વસ્તીના ધોરણે મુલવવામાં આવ્યો છે.હજુ મહેસાણા શહેરમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના અભાવે ગંદા પાણી નિકાલની સુનિયોજીત વ્યવસ્થા થઇ શકી ન હોઇ સર્વેક્ષણ સ્કોરિંગમાં રાજ્યની અન્ય ઘણી પાલિકાઓથી પાછળ રહી છે. ગુજરાતમાં 14માં ક્રમ મેળવ્યો છે.

સ્વચ્છતા સર્વેક્ષણમાં હિંમતનગર રાજ્યમાં પ્રથમ
સ્વચ્છતાને કેન્દ્રમાં રાખી કેન્દ્ર સરકારના આવાસ અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલ સ્વચ્છતા સર્વેક્ષણમાં હિંમતનગર પાલિકાએ ગત વર્ષના રાજ્યમાં 4 નંબરથી છલાંગ લગાવી પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે અને દેશમાં 28 મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. 50 હજાર થી 1 લાખની વસ્તી ધરાવતી રાજ્યની 135 પાલિકા સાથે હરિફાઇ હતી. હિંમતનગરમાં ગંદકીનો ઉપદ્રવ થતો હોય તેવા ન્યુસન્સ પોઇન્ટ નક્કી કરી નિકાલ કરાયો છે. શહેરમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન માટે નાના મોટા 18 વાહનો કાર્યરત છે.

અગાઉ તમામ સરકારી ક્વાર્ટર્સમાં સૂકોભીનો કચરો અલગ રાખી એકત્ર કરવા પરિપત્ર કરાયો હતો. જેમાં પણ સારા પરિણામ મળ્યા છે સૌથી મહત્વનું જાહેર શૌચાલયોની સ્વચ્છતા બાબતે પાલિકા દ્વારા સતત મોનિટરીંગ થઇ રહ્યુ છે અને સોલીડ મેનેજમેન્ટ ગાઇડલાઇન મુજબ કરાઇ રહ્યું છે. હિંમતનગર શહેરમાં એક પણ જગ્યાએ કચરા પેટી કે ડસ્ટબીન મૂકાઇ નથી અને કન્ટેનર ફ્રી શહેર બનાવાયું છે. સ્વચ્છતા જાગૃતિ માટે હોટલો, મહોલ્લા શાળાઓ, કોમ્પ્લેક્સ, સોસાયટીઓમાં સ્પર્ધાના આયોજનો થકી પ્રયાસો ચાલુ રાખતાં સારા પરિણામ મળી રહ્યા છે. અને આ પરિણામે હિંમતનગરને રાજ્યમાં પ્રથમ ક્રમાંક મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...