તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:પાટણ પ્રાંત અધિકારી દ્વારા મામલતદાર કચેરી બહાર બેસતા સ્ટેમ્પ વેન્ડર સ્થળની ઓચિંતી તાપસ હાથ ધરાઇ

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તપાસ હાથ ધરાતાં સ્ટેમ્પ વેન્ડરોમાં ફફડાટ, કેટલા ટેબલ ખુરશી મૂકી ભાગી ગયા
  • તપાસ દરમિયાન કોઈ પણ વેન્ડર વધુ પૈસા લેતા ન હોવાનું ધ્યાને આવ્યું

પાટણ શહેરના ભદ્ર વિસ્તારમાં આવેલી મામલતદાર કચેરીની બહાર બેસતાસ્ટેમ્પ વેન્ડરો દ્વારા અરજદારો પાસેથી વિવિધ દસ્તાવેજો અંગે નિયત કરાયેલી રકમ કરતાં વધુ રકમની વસુલાત કરવાનું ધ્યાને આવતા પ્રાંત અધિકારી દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેને લઇ કેમ્પસ બહાર બેસતા સ્ટેમ્પ વેન્ડરોમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. તો કેટલાક સ્ટેમ્પ વેન્ડરો પોતાના ટેબલ ખુરશી છોડી ભાગીગયા હતા.

આ ઘટના અંગે પાટણ પ્રાંત અધિકારી સ્વપ્નીલ ખરેને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, પાટણ મામલતદાર કચેરીની બહાર બે પ્રકારના સ્ટેમ્પ વેન્ડરો તેમજ નોટરી વકીલો દ્વારા આવક - જાતીના દાખલા, મકાનના દસ્તાવેજો સહિતના સ્ટેમ્પોની કામગીરી કરી રહ્યા છે. જેમાં ઈ- સ્ટેમ્પીંગ ગાંધીનગર ખાતેથી ઇસ્યુ કરવામાં આવે છે. જ્યારે છુટક ટેબલ પર સ્ટેમ્પીંગને પ્રાંત કચેરી ખાતેથી ઇસ્યુ કરવામાં આવે છે .

ત્યારે આ વેન્ડરોમાં કેટલાક વેન્ડરો દ્વારા અરજદારો પાસેથી વધુ રકમ વસુલાતી હોવાનો એક વીડિયો વાયરલ થતાં તેની ઓચિંતી તપાસ હાથ ધરી હતી. જોકે, આ તપાસ દરમિયાન કોઈ પણ વેન્ડર વધુ પૈસા લેતા ન હોવાનું ધ્યાને આવ્યું હતું .

પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરે વધુમાં જાણવાયું હતું કે, ખાસ કરીને કોરોનાના સમયમાં વેન્ડરોના લાયસન્સ રીન્યુ કરવામાં આવ્યા નથી અને આગામી જૂન માસમાં તેઓના લાયસન્સ રીન્યુ કરાશે. આ ઉપરાંત જે પણ સ્ટેમ્પ વેન્ડરો સ્ટેમ્પીંગની કામગીરી કરશે તેઓએ રજીસ્ટરની નિભાવણી કરવાની રહેશે જેથી અરજદારોને સ્ટેમ્પ વેન્ડરોની છેતરામણીથી છુટકારો મળશે.

અન્ય સમાચારો પણ છે...