પોલીસની સરાહનીય કામગીરી:પાટણ પોલીસે CCTVના આધારે ખોવાયેલા જમીનના જરૂરી દસ્તાવેજો પરત મેળવી આપ્યા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • CCTVની મદદથી રિક્ષા નંબર મેળવીને અરજદારને દસ્તાવેજો પરત કર્યા

પાટણ જિલ્લા પોલીસતંત્ર દ્વારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત શહેરના જાહેરમાર્ગો પર લગાવેલા સીસીટીવી કેમેરાનો મહત્તમ ઉપયોગ કરી પ્રજા પોલીસનો મિત્ર બને તે સ્લોગનને નેત્રમ કમાન્ડ કંટ્રોલની ટીમે સાર્થક કરી સરાહનીય કામગીરી કરી છે. અમદાવાદ બાપુનગરની સરકારી કોલોનીમાં રહેતા અને પાટણ ખાતે રેલવે મારફતે જમીનના કામ અર્થે આવેલા હીરાલાલ પટણી રેલ્વે સ્ટેશન પર ઉતરી મીરા દરવાજા જવા માટે રિક્ષામાં બેઠા હતા અને રિક્ષામાંથી ઉતરતી વખતે તેઓ જમીનના જરૂરી દસ્તાવેજોની બેગ ભુલી ગયા હતા.

કંટ્રોલ ટીમનો આભાર વ્યકત કર્યો
આ બાબતે તેઓએ પાટણ એસ.પી. કચેરી ખાતે કાર્યરત નેત્રમ કમાન્ડ કંટ્રોલરુમનો સંપર્ક કરતા તેની ટીમ દ્વારા અરજદાર જે સ્થળેથી રિક્ષામાં બેઠા હતા તેના સીસીટીવી ફુટેજના આધારે રિક્ષા નંબરની ઓળખ કરી ચાલકનો સંપર્ક કરતા રિક્ષાચાલક પાસેથી બેગ પરત મેળવી અરજદાર હીરાલાલ પટણીને સુપ્રત કરવામાં આવી હતી. ત્યારે આ અરજદારે પાટણની નેત્રમ કમાન્ડ કંટ્રોલ ટીમનો આભાર વ્યકત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...