પાટણ શહેર સહિત સમગ્ર ઉતર ગુજરાતના મંદિરોમાં ચોરીના બનાવોને અંજામ આપતી મંદિર ચોરી ગેંગના છ સાગરીતોને પાટણ પોલીસે બાતમીના આધારે ઝડપી લીધા હોવાનું જિલ્લા પોલીસ વડા વિજ્ય પટેલે જણાવ્યું હતું.
આ મંદિર ચોરી ગેંગના પકડાયેલાં છ આરોપીઓની પાસેથી પાટણ સહિત ઉતર ગુજરાતનાં વિવિધ મંદિરોમાંથી ચોરી કરાયેલા દર દાગીના મળી કુલ રૂ.1.80 લાખનો મુદ્દામાલ કબજે કરી સધન પુછપરછ કરતાં ઉપરોક્ત ઈસમોએ મંદિર ચોરી પહેલા તેઓ દિવસ દરમિયાન જૂદા જૂદાં મંદિરોમાં દશૅનના બહાને આવી રેકી કરી દાન પેટીમાં રોકડ સિક્કા નાખી દાનપેટીમાં કેવી આવક છે તેની ખાતરી કરી રાત્રે મંદિર ચોરીનાં બનાવોને અંજામ આપતાં હોવાનું પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.
અત્યાર સુધીમાં પાટણ સહિત મહેસાણા, બનાસકાંઠા અને ગાંધીનગર વિસ્તારના મળી કુલ 24 જેટલા મંદિરો ચોરી કરી હોવાની કબૂલાત કરતાં પોલીસે તમામ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું અને આ મંદિર ચોરી ગેંગના પકડાયેલાં છ આરોપીઓ અગાઉ પણ બનાસકાંઠા મંદિર ચોરીમાં પોલીસ હાથે ઝડપાયાં હોવાનું જિલ્લા પોલીસવડા એ જણાવ્યું હતું.
પકડાયેલ આરોપીઃ-(1) સોમા જેહાજી ઠાકોર (રહે. નોખા તા.દિયોદર જિ.બનાસકાંઠા) (2) શંકર જેહાજી જગમાલજી ઠાકોર (રહે. નોખા તા. દિયોદર જિ.બનાસકાંઠા) (3) પ્રતાપ બળવંતજી પુનાજી ઠાકોર (રહે. દાદર તા. સમી જિ.પાટણ) (4) તરસંગજી બળવંતજી પુનાજી ઠાકોર (રહે.દાદર તા.સમી જિ.પાટણ) કાયદાના સંઘાર્ષમાં આવેલા બે બાળ કિશોર
આ આરોપીઓ ફરાર(1) હમીર ઉર્ફે ચુકી ચમનજી (રહે.દાદર)(2) સેધા (રહે. સાંમઢી)(3) કાળુ (રહે. સાંમઢી)
રિકવર કરેલો મુદ્દામાલ(1) મંદિરની દાનપેટીમાંથી ચોરેલ ચિલ્લર રૂ.741(2) ચાંદીના છત્તર નાના મોટા કુલ નંગ-29 કિ.રૂ. 26 હજાર 989(3) ચાંદીનો હાર કિ.રૂ. 8200(4) ચોરીઓ કરવા ઉપયોગ કરેલ મારૂતિ સુઝુકી ઝેન ગાડી નં.- (GJ-08-F-3169 કિ. રૂ.50 હજાર (5) ચોરી કરવા દરવાજા તથા તાળા તથા દાન પેટી તોડવાના લોખંડના ખાતરીયા નંગ-4 તથા લોખંડની કોષ નંગ-1 કિ. રૂ.200(6) અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઇલ નંગ-3 કિ.રૂ. 15 હજાર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.