ચાઈનીઝ દોરીના ઉપયોગથી જાનહાનીના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. તેને ધ્યાને લઈ ચાઈનીઝ દોરી અને તુક્કલ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. છતાંય માર્કેટમાં તે સરળતાથી મળી જાય છે. ત્યારે લોકોમાં જાગૃતિ લાવવા માટે પાટણ પોલીસ દ્વારા જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાટણ જિલ્લા પોલીસે રેલવે સ્ટેશનથી બગવાડા સુધી ગુરુકુળ સ્કૂલના SPCના કેડેટ સાથે ચાઇનીઝ દોરી, તુક્કલના વેચાણ, સંગ્રહ, ઉપયોગ વિગેરે બાબતોના પ્રતિબંધ અંગે જનજાગૃતિ રેલી કાઢી હતી.
પાટણ જિલ્લા પોલીસ દ્વારા પાટણ શહેર રેલવે સ્ટેશનથી બગવાડા સુધી ગુરુકુળ સ્કૂલના SPCના કેડેટ સાથે ચાઇનીઝ દોરી, તુક્કલના વેચાણ, સંગ્રહ, ઉપયોગ વિગેરે બાબતોના પ્રતિબંધ અંગે જનજાગૃતિ રેલી કાઢવામાં આવી હતી. પાટણ જિલ્લા પોલીસની આ જનજાગૃતિ રેલીમાં સામેલ થયેલા SPC કેડેટ, શિક્ષકો તથા જાગૃત નાગરિકોએ લોકોને ચાઈનીઝ દોરીનો ઉપયોગ ન કરવા અપીલ કરી હતી.
ચાઈનીઝ દોરી અને તુક્કલ પરના પ્રતિબંધનું ચુસ્ત પાલન થાય, ઉતરાયણ દરમિયાન લોકો, અબોલ પક્ષીઓ ધારદાર દોરીથી ઈજાગ્રસ્ત ન થાય તેમજ મોતને ના ભેટે, પર્યાવરણ અને પ્રકૃતિને હાની પહોંચાડ્યા વગર ઉત્તરાયણનો તહેવાર ઉજવીયે તેવી અપીલ કરી હતી. જો કોઈ ચાઈનિઝ દોરી, તુક્કલનો વેચાણ કરે તો 100 નંબર પર પોલીસને જાણ કરવી. ત્યારબાદ હાજર વિદ્યાર્થીઓ, વ્યાપારીઓને ચાઈનિઝ દોરીનો ઉપયોગ નહીં કરવા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. પાટણ શહેર રેલવે સ્ટેશનથી બગવાડા સુધી ગુરુકુળ સ્કૂલના SPCના કેડેટ સાથે પોલીસ દ્વારા માર્ગો પર ફરીને લોકોમાં જાગૃતિ લાવવા, વેપારીઓને વેચાણ ન કરવા સમજ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.