પોલીસની લાલ આંખ:કોરોનાના વધતા જતાં સંક્રમણને લઇ પાટણ પોલીસ એક્શનમાં, માસ્ક ન પહેરનારને સ્થળ પર જ દંડ કરાયો

પાટણ12 દિવસ પહેલા
  • પોલીસે આજે માસ્ક પહેરનાર પાસેથી 1 હજાર રૂપિયાનો દંડ વસુલવાનુ શરૂ કર્યું

કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટનો ખતરો તોળાઈ રહ્યો છે. ત્યારે તકેદારીના ભાગરૂપે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો ફરજીયાતપણે અમલ થાય તે માટે પાટણ પોલીસ એક્શનમાં આવી છે. આજે માસ્ક પહેરનાર સામે દંડાત્મક કાર્યવાહી હાથ ધરી છે.

પાટણ જિલ્લામાં કોરોના કે ઓમિક્રોનનો કેસ આવ્યો નથી, પરંતું રાજ્યમાં તેનાં વધી રહેલા વ્યાપને ધ્યાને લેતાં સંક્રમણને રોકવા માટેનાં પ્રયાસોનાં ભાગરૂપે પાટણ જિલ્લાનાં વહીવટી તંત્રએ એલર્ટ જાહેર કર્યું છે. જેને લઇને પાટણનાં બગવાડા દરવાજા વિસ્તારમાં પોલીસે માસ્ક પહેર્યા વગર આવતા-જતા વાહન ચાલકો તથા રાહદારીને પકડી 1 હજારનો સ્થળ પર દંડ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...